________________
૩૬
નામાંક્તિ નાગરિક ઝાડ હતાં. આ આખી સદી દરમ્યાન મુંબઈના ગવર્નર કેટમાં જ રહેતા અને પરેલને સરકારી મહેલ તે રાજ્યારોહણને પ્રસંગે બોલ માટે વાપરવામાં આવતો હતો.
કેટના દરવાજાથી તે ટકશાળની આગળના ભાગ સુધી બેઠી બાંધણીની બરાકે અને લશ્કરી અમલદારને રહેવાનાં મકાને હતાં. સં. ૧૮૫૯ માં મેટી આગ થતાં એ સર્વ મકાન બળી ગયાં. ત્યાર પછી ત્યાં મેટું ગાન બનાવ્યું. એને દેખાવ ત્યાર પછી રળિયામણે થતો ગયો.
ફાર્બસ સ્ટ્રીટમાં-મેડે સ્ટ્રીટ અને એપલે સ્ટ્રીટ-એ ત્રણે લતાને રોકીને એક તળાવ હતું. તેની પાસેની હરિયાળી જમીન પર સાદડી નાખીને કે શેતરંજી પાથરીને શહેરના શેઠીઆઓ સાંજે બેસતા હતા. એ તળાવ પૂરાઈ ગયું અને ત્યાર પછી ત્યાં દાદીશેઠની મોટી હવેલી બંધાઈ.
મુંબઈની પ્રગતિ આ રીતે ઓગણીસમી સદીમાં થતી હતી.