________________
૩૪
નામાંકિત નાગરિક ઈ. સ. ૧૭૩૯ માં આપ્યા અને ગામની સંભાળ માટે કેટની બહાર ખાઈ બનાવરાવી. એ ખાઈ ૧૨૩ વર્ષ ટકી. પછી જ્યારે કેટ તોડી નાખ્યો ત્યારે ખાઈ પૂરી નાખવામાં આવી. આપણું ચરિત્રનાયકના સમયમાં તે કેટ પણ હતો અને ખાઈ પણ હતી.
વાલકેશ્વર અને કેલાબાની કુલ જમીનની મહેસુલ સરકારને દર વર્ષે રૂા. ૧૩૦ ) મળતી હતી અને તે પ્રમાણેની સ્થિતિ ઈ. સ. ૧૭૨૮ સુધી ચાલતી હતી. એ જ જગ્યામાંથી આજે સરકારને લાખ રૂપીઆ મળે છે અને કરોડોની મિલ્કત તે પર બંધાઈ છે.
કેટની અંદર આવેલા દેવળ અને પાલવાના દરવાજા વચ્ચે દારૂ બનાવવાનું કારખાનું હતું. વસ્તી વધારો થતાં ઈ. સ. ૧૭૭૨ (સંવત ૧૮૨૮)માં એ કારખાનું મઝગામ લઈ જવામાં આવ્યું. ત્યાં એ કારખાનું ૮૨ વર્ષ રહ્યું અને ઈ. સ. ૧૮૬૪ માં એને ખડકી લઈ જવામાં આવ્યું. તે વખતે મઝગામની જમીન જાહેર લીલામથી વેચાણી તેને શેઠ પ્રેમચંદ રાયચંદે ૪૦ લાખ રૂપિએ ખરીદી અને એક કરોડ રૂપિયે વેચી. આ વાત આપણ પ્રસંગમાં આવતી નથી, પણ મુંબઈની એ યુગમાં કેવી સ્થિતિ હશે તેને છેડે ખ્યાલ કરાવે છે. આ મઝગામના ખાડાને ઈતિહાસ પણ જાણવા જેવો છે, જે કેઈ અન્ય પ્રસંગે વિચારાશે.
બહારગામથી જળમાર્ગે મુંબઈ આવનારને ઉતરવા માટે માત્ર એક જ ગેડી કેટની ગોદી પાસે આગલા વખતમાં હતી.