________________
શેઠ મોતીશાહ
૩૩
કરી. તેઓએ માગણી કરી કે–જે મનાઈ રદ કરવામાં આવે તે તેઓ દર વર્ષે દશ હજાર રૂપિયાની રકમ સરકારને આપે. તેઓની આ માગણ લંડનની કોર્ટે કબૂલ રાખી નહિ. ઈ. સ. ૧૭૨૦માં ખેતીવાડીની જગાઓ કેવા પ્રકારની હશે તેને આ ઉપરથી સહજ ખ્યાલ આવશે. ત્યાં માત્ર ખેતરે જ હતા અને તેને ફળદ્રુપ કરવા તથા ખાતર વેચવા માછલાંનો કૂટે ત્યાં સંગ્રહવામાં આવતું હતું.
મુંબઈ ખાતે પોર્ટુગલ લોકેાના અમલ દરમ્યાન વહાણ બાંધવાની કામચલાઉ ગોદી હતી, પણ એ સારી હાલતમાં જણાતી નહોતી. ઈ. સ. ૧૭૩૫માં મરીન ખાતાના વડાની ભલામણ મુજબ મનવારો અને વેપારીઓના સફરી વહાણ બાંધવા સારુ એક મજબૂત ગેદી બંધાવવામાં આવી. ત્યાર પછી વહાણ બાંધવાનું કામ મુંબઈના ટાપુમાં મોટા પાયા પર શરૂ થયું. આ કામમાં વાડીઆ કુટુંબનો પાયો નાખનાર લવજી શેઠે ધીમે ધીમે કામ વધારી મૂકયું. વહાણ બાંધવાના કામમાં આ વાડીઆ કુટુંબે લગભગ દોઢસો વરસ સુધી આગેવાની ભરેલ ભાગ લીધે. આ હકીકતને ચરિત્રનાયક શેઠ મોતીશાહ સાથે ખાસ સંબંધ છે તેથી તે વાત પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર લાગી છે–આગળ ઉપર સદર શેઠ અને વાડીઆકુટુંબના સમકાલીને સાથેના તેમના સંબંધ પરથી સ્પષ્ટ થઈ જશે.
મરાઠાઓના ભયને લીધે દેશી વેપારી તથા શાહુકારોએ મળીને અંદર અંદરથી રૂા. ૩૬૦૦૦) ઉઘરાવી સરકારને
ક
.