________________
કર
નામાંતિ નાગરિક હતે. નાયગામ અને માટુંગામાં તે વખતે લૂંટારા વસતા હતા.
લૂંટફાટનો ભય તે વખતે એટલો મોટો હતે કે-લોકે રાતને વખતે બહાર નીકળી શક્તા નહતા આજુબાજુના મુસલમાને અને મરાઠાઓ બેધડક લૂંટફાટ કરી લોકોને રંજાડતા હતા. લોકોની સલામતી માટે રાત્રે એક તપ ફેડવામાં આવતી અને બીજી સવારે એક તપ છોડવામાં આવતી. આ વચ્ચેના વખતમાં ફરવાનું કામ ધાસ્તીભરેલું ગણાતું હતું.
આ અરસામાં બે વખત સીંધીઓ મુંબઈ પર ચઢી આવ્યા. એક વખત તે અંગ્રેજોએ તેમની સાથે ઘણે નાલેસીભરેલી શરતેને સ્વીકાર કર્યો. ઈ. સ. ૧૭૦૦ (સંવત ૧૭૫૬) લગભગ મુંબઈની આ પરિસ્થિતિ હતી. એને શહેર કહી શકાય તેવી કઈ બાબત ત્યાં નહોતી અને વસ્તીમાં પણ તદ્દન સામાન્ય માણસે જ હતા. મુંબઈના ગવર્નરોની ટીપ ઈ. સ. ૧૬૬૨ થી મળી આવે છે. કેઈ ગવર્નરે ભલા પણ આવ્યા છે અને કઈ માથાભારે પણ નીકળ્યા છે. ઈસ્વીસનની સત્તરમી સદીની આખરે મુંબઈની આ સ્થિતિ હતી. એની ઉપજમાંથી એના ગવર્નરને પગાર પણ પૂરે નીકળતો નહતો. એવી તે સમયના મુંબઈની સ્થિતિ હતી.
ખેતીવાડીમાં માછલાને કૂટે ખેતરમાં નાખવામાં આવતે હતો અને તેની ગંધથી ગામની હવા બગડતી હતી અને વારંવાર મરકીને ઉપદ્રવ થઈ આવતો હતે. ઈ. સ. ૧૭૨૦માં તેની સામે સરકારે સખ્ત મનાઈ કરી, તેની સામે નારાજ થઈને ખેડૂત લકેએ લંડનમાં કેટ ઑફ ડાયરેકટર્સને અરજી