________________
શેઠ મેતીશાહ
૩૧
વસ્તીમાં વધારો થતો ચાલે. ઈ. સ. ૧૬૯૮ લગભગ ત્યાં ફિરંગી લોકે, થોડા અંગ્રેજો અને વિશેષતઃ માછીમારોની વસ્તી હતી. તે વખતનું આખું મુંબઈ શહેર એક માઈલની લંબાઈનું હતું. તેમાં બાંધેલાં ઘરે ઘણું નીચાં હતાં અને છાપરાંઓ ઉપર નળીઆને સ્થાને મેટે ભાગે જાવલી હતી. માંડવી ઉપર એક સારું ઘર હતું, બાકી સર્વ નાનાં ઝુપડાં હતાં. શહેરની પાસે એક નાનું બજાર હતું અને તેની પડેશમાં ખેતરે લાગેલાં હતાં. મઝગાંવ ઘણું દૂર હોય તેમ એ વખતે લાગતું હતું. પરેલ જુદું ગામ હતું. પરેલ, મહીમ, શીવ અને મુંબઈની વચ્ચે એક મેટી ખાડી હતી અને એની જમીન વગર ખેડાચેલી સ્થિતિમાં હજારે એકર નકામી પડેલી હતી. ઈ. સ. ૧૬૯૮ માં એક મુસાફરે વર્ણન કર્યું છે તે પરથી જણાય છે કે–તે વખતે મુંબઈની વસ્તી ૬૦,૦૦૦ની હતી. તે વખતના ગવર્નરે પણ બળદની એક્ઝા ગાડીમાં ફરતા હતા. લોકે દૂરથી આવે ત્યારે પગ કાદવથી ખરડાઈ જતા હતા અને પાયધુની આગળ તેમને પગ ધોવા પડતા હતા. આ વખતે નાનાં હેડકાઓ, અત્યારે જ્યાં જે. જે. હેપ્પીટલ છે ત્યાં સુધી, વગર અડચણે ચાલ્યાં આવી શકતાં હતાં. વરલી ઉપર એક બાગ બાંધવામાં આવ્યો (ઈ. સ. ૧૬૮૪) ત્યાર પછી દરિયાના પાણીની આવક ઓછી થઈ ગઈ પણ પાયધૂની પર પગ દેવાની જરૂરીયાત તો ચાલુ જ રહી. બરાબર નોંધાયેલી હકીકત છે કે–વાલકેશ્વર પર તથા ખંભાતા હીલ પર તે વખતે સારી ઝાડી હતી, તેમાં વાઘેનો વસવાટ હતો અને ફાડી ખાનાર જનાવરોને ત્યાં ત્રાસ