________________
૩૦
નામાંક્તિ નાગરિક
તુરત જ કાટના વિભાગામાં અંગ્રેજો અને શહેરીઓને વસવા માટે શહેર માંધવાની ચેાજના હાથ ધરવામાં આવી અને નામની મહેસુલ લઈ લેાકેાને વસાવવા માટે લલચાવવામાં આવ્યા. સવ ધર્મ તરફ સમભાવ બતાવવાના આગ્રહ કરવામાં આવ્યા અને ત્યાં આવી વસનારાઓને ચરખા પણ સરકાર તરફથી પૂરા પાડવાની શરત કંપની સાથે કરવામાં આવી. આવી રીતે એક નાના ટાપુને મુંખઈ શહેરમાં ફેરવવાના કાર્યની શરૂઆત થઇ, અને તુરતમાં વરલી, સીવરી અને માહીમના જૂના કિલ્લાને મજબૂત કરવામાં આવ્યા. સારા ખરચ કરીને મુંબઈના કિલ્લા પણ બાંધવામાં આવ્યા અને તેને એપેાલા તથા ચર્ચાગેટ તરફ દરવાજા પણ કરવામાં આવ્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્વાધીનમાં ટાપુની હકુમત ઈ. સ. ૧૬૬૮ માં આવી.
કંપનીએ વિલાયતની સરકાર પાસે પટ્ટો કરાવ્યા કે પાટુ - ગલ પાસેથી જે હાલતમાં એ ટાપુ મળ્યા હતા તે હાલતમાં કંપનીએ તે ટાપુ લેવા અને પટ્ટાની મુદત દરમિયાન દર વર્ષે ૧૦ પાઉન્ડ (તે વખત સા રૂપિયા) રાજાના ખજાનામાં કંપની ભરે. તે વખતની વસ્તીમાં ભડારી લેાકેા અને થાડા ક્રિશ્ચિયને ટાપુમાં રહેતા હતા.
ભંડારી લેાકાનું કામ ભુંગળ વગાડવાનું હતું અને તેઓને સિપાઇગીરીનું કામ પણ સોંપવામાં આવતું હતું. અત્યારે મુંબઇની હાઈકોર્ટમાં સેશન્સ બેસે ત્યારે ભુંગળ-રણશીંગડુ વગાડવાનુ કાર્ય એ અસલના ભડારીઓના વશો જ કરે છે. ધીમે ધીમે મુંબઇના કાટ પર તાપા ગોઠવવામાં આવી અને