________________
શેઠ મેતીશાહ
૨૯
લગ્ન પોર્ટુગલના રાજાની બહેન ઇન્ફન્ટા કેથેરાઇન સાથે થયા, તેના પહ્વા ( ડાઉરી )માં મુંબઈના ટાપુ પહેરામણી તરીકે અ'ગ્રેજ સરકારને આપવામાં આવ્યા અને ત્યાર પછી દસ્તાવેજો વિગેરે તૈયાર થયા એટલે ઈ. સ. ૧૬૬૫ માં મુંબઈ પર યુનિયન જેઅંગ્રેજ સરકાર )ના વાવટા ફરકાવવામાં આવ્યું.
આ સમયમાં નેાંધવા લાયક હકીકત એ છે કે મુંબઇમાં વહાણા બાંધવાની ગાદીની શરૂઆત પોર્ટુગીઝ રાજ્યઅમલ દરમ્યાન થઈ હતી. અંગ્રેજોના હાથમાં હકુમત આવતા વહાણુ બાંધવાની ગાદીના કામની ચેાજનાને આગળ ધપાવવામાં આવી તુરતમાં જ • એએ કેસલ ’કિલ્લા ખાંધવા પાછળ લગભગ ત્રીશ લાખના ખરચ કરવામાં આવ્યા અને માહીમ, વરલી, મઝગામના કિલ્લાઓને મજબૂત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. દરિયા તરફ ૧૫૦૦ કુટ લંબાઇની માટી દિવાલ માંધવામાં આવી અને ત્યાર પછી થાડા વખતમાં દરિયાઇ ખાતા ( મરીન ડિપાર્ટમેન્ટ)ની સ્થાપના ઈ. સ. ૧૬૬૮ માં કરવામાં આવી. ઇંગ્લાંડના રાજાએ ઇસ્ટઇંડીયા કંપનીને દર વર્ષે ૧૦ (દશ) પાઉંડ (તે વખતના હિસાબે ૧૦૦ રૂપીયા )વડે એ ટાપુ ઇજારે આપ્યા. તેમાં લશ્કર રાખવાની અને અંગ્રેજી વસાહત તરીકે તેને ગણવાની શરત કરવામાં આવી અને એ ટાપુ કંપની કોઈને વેચી શકે નહિ એવી શરત પણું તેમાં કરવામાં આવી. તે વખતની મુંબઈની આવક વાર્ષિક રૂા. ૨૮૦૦૦ ની લગભગ ગણાતી હતી. વેપાર વધારવા માટે ત્યાર બાદ કંપનીએ કેટલીક છૂટાટા અને ગાઠવણા કરી.