________________
નામાંક્તિ નાગરિક
મુંબઇના નામ માટે છે, પણ તે શાખાળના વિષય હાઈ આપણે તે જતી કરીએ.
૨૮
કોઈ સરદારના હાથમાં એ ટાપુ હતા, તેની પાસેથી ઈ. સ. ૧૫૩૦ માં પોર્ટુ`ગીઝ લોકો પ્રથમ હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે તેમણે એ ટાપુ વસવા માટે માગી લીધા. પોર્ટુગીઝા આવ્યા ત્યારે તેમાં ૫૦૦ લગભગ નાનાં નાનાં ઝુંપડાં હતાં અને બાકીના ભાગમાં મીઠાનાં અગરે અને ખેતરા હતાં, જેની કુલ આવક વરસ દિવસે રૂપીઆ ૭૦૦ ) ( સાતસા ) લગભગની હતી. પાટુગીઝાના વસવાટ પછી થોડા ગાવાના પાર્ટુગીઝ લેાકેા અને કેટલાક શેવી લાકે અહીં વસવા આવ્યા. ત્યાર પછી થાડા મુસલમાના આવ્યા અને એકાદ પારસી કુટુંબ પણ રહેવા આવ્યું. તે વખતે મજગાંવ, શીવરી, વરલી અને માહીમમાં નાના નાના કિલ્લા હતા. પાટુ ગીઝોએ સલામતી માટે કીલ્લા બાંધવા માંડ્યો અને ફીરગી લેાકેાએ નાનાં નાનાં ઘરો બાંધવા માંડ્યા. એ રીતે પાલવાથી મસ્જીદ બંદર સુધી થોડી ઘેાડી વસતી થઇ, પણ ઘણાખરા ભાગ ઉજજડ હતા. પોર્ટુગલ રાજાની ધજા આ ટાપુ પર ૧૩૨ વર્ષ સુધી ફરકી.
અંગ્રેજ સરકારની કોઠી તે વખતે સૂરતમાં હતી, પણ અંગ્રેજ કંપનીના વડા આડતીઆ એલીવર ક્રેમવેલની નજર મુંબઈ ઉપર હતી અને એ માટે તેણે ઇ. સ. ૧૬૫૪ માં ઇંગ્લાંડ લખાણ પણ કર્યું " હતું. ત્યાર પછી સાત વર્ષે એક તક મળી અને મુંબઈ તા. ૨૩-૬-૧૬૬૧ ને રાજ અંગ્રેજોના હાથમાં આવ્યું, હકીકત એમ બની કે–ઈંગ્લાંડના રાજા બીજા ચાર્લ્સના