________________
મુંબઈ શહેર સંવત ૧૮૭૦ને સમય શેઠ મોતીચંદના જીવનમાં માટે ફેરફાર કરે છે. એ સમય પહેલાં મુંબઈની સામાન્ય સ્થિતિ કેવા પ્રકારની હતી તે જરા તપાસી જઈએ અને સંવત ૧૮૭૦ માં કેવી હતી તે પણ જરા જોઈ જઈએ એટલે આપણને મોતીશા શેઠના જીવનને પ્રવાહ કેવી પરિસ્થિતિમાં પાંગરતે હશે તેને ખ્યાલ આવે.
માછીમાર અને ભંડારીઓને રહેવાનું એક નાનકડું ગામડું મુંબઈ હતું. એનું નામ મુંબઈ કેવી રીતે પડ્યું તે સંબંધી ઘણે મતભેદ છે. કેટલાક કહે છે કે મામાદેવીનું મંદિર ઘણું પુરાતન કાળથી ત્યાં હતું. તેનું આખું નામ “મામ અંબા” – માતા અંબા હેઈ તેના પરથી મુંબાઈ નામ પડ્યું. કહેવાય છે કે એ મંદિર ઈ. સ. ૧૩૭૨ માં બંધાયું હતું. બીજે અભિપ્રાય એ છે કે–પોર્ટુગીઝ લેકે પિતાના વહાણે લઈને પહેલવહેલાં ત્યાં આવ્યા ત્યારે તેમને એ મુંબઈનું બારું ઘણું સલામતીભરેલું લાગ્યું તેના ઉપરથી તેમણે તેનું નામ “બેબે” પાડ્યું. બાં એટલે સરસ-સુંદર અને બે એટલે બંદર. એના ઉપરથી બેબે નામ પાડયું. આ સિવાય બીજી ઘણું હકીક્ત
ઉપર
છે એટલે તેના ઉપરથી તેમણે મુંબઈનું બાર