________________
જે વિશે
અને એના
અતિ એતો દર
૧૬
નામાંક્તિ નાગરિક ત્યાં મોતીશા શેઠે એક દેરાસર પણ બંધાવ્યું કહેવાય છે અને તેમના કુટુંબની કુળદેવીનું મંદિર હાલ પણ ત્યાં મોજુદ છે. ખૂદ ખંભાતમાં કડાકેટડીમાં પણ મોતીશાહ શેઠે એક મંદિર બંધાવ્યું છે જે વિષે વિશેષ માહિતી મળવા સંભવ છે.
મુંબઈ શહેર તે વખતે એના શરૂઆતના વિકાસની સ્થિતિમાં હતું. એની ખેતીવાડીમાં તે વખતે ખેતરો હતા, એમાં ખાતરને સેડે નાખવામાં આવતું હતું. એનાં વાલકેશ્વર પર જંગલ હતું અને અવારનવાર ત્યાંથી વાઘ કે દીપડા વસતીમાં આવીને રંજાડ કરતા હતા. એની પાયધુણી સુધી દરિયાના પાણીની છોળે આવતી હતી. એના મઝગામ વિભાગમાં હજુ ખેતરે હતા. સાત બેટને એ ટાપુ હતું એમ તે વખતે ગણી શકાય તેવું હતું. કેટના વિભાગમાં મુખ્યત્વે કરીને યુરોપિયને વસતા હતા. કેટ એટલે ખરેખર કિલ્લો જ હતે. કેટ બહાર નીકળવા માટે દરવાજા હતા. જાંબુલવાડીમાં જાંબુનાં ઝાડે હતા. ભાટ એટલે અમુક વર્ગને જ હોઇ, કેલભાટ અને મુગભાટમાં અમુક જાતના કેળીઓની વસતીને સમૂહ વસતે હતા તે પરથી તે લતાનાં નામ પડ્યાં હતાં. માહિમ વિગેરે વિભાગોમાં વાડીઓ હતી. દાદર અને માટુંગામાં માત્ર ખેતરે જ હતાં. મુંબઈને વિકાસ તે વખતે થતું જતું હતું. ઘણું બાકી હતું, પણ પ્રગતિ થતી જતી હતી. મ્યુનિસિપાલિટી તે વખતે નહતી. સદીની શરૂઆતમાં હોસ્પિટલ પણ નહોતી.
પણ ત્યાં વ્યાપાર કરવાની શક્યતા હતી. દેશમાં મુંબઈનું નામ ગણાતું હતું. જેમને દેશમાં વેપાર-ધંધા કે નેકરીનું સાધન ન હોય તે સાહસ કરવા કે પોતાના નસીબને કિસ્સે