________________
શેઠ મોતીશાહ
૧૫
વધારે હોય છે, એ કાઠિયાવાડ કે ગુજરાતના કેઈ પણ બંદરના ગામમાં વસનારા લોકેની ખાસીઅત પરથી જણાઈ આવે તેવું છે. ખંભાતમાં એ પરિસ્થિતિ દેખાય છે. એના લોકે સાહસ ડિવા દૂર દેશ જતા હતા. ઓગણીશમી સદીમાં રેલ્વેનું સાધન નહોતું. ખંભાતથી વહાણમાં બેસી લોકે અન્ય બંદરેએ નસીબને અજમાવવા, વ્યાપાર કરવા કે ગુજરાન મેળવવા સારુ અવારનવાર જતા હતા.
જે ખંભાતમાં સ્થંભણ પાર્શ્વનાથની જાહેરજલાલી એક વખતે વિશ્વવિખ્યાત હતી, જ્યાં ઉદયન મંત્રીએ રાજ્ય કર્યું હતું,
જ્યાં કુમારપાળને નાસભાગ કરતી વખતે શ્રી હેમચંદ્રાચાર્યદ્વારા આશ્રય મળે હતું, જ્યાં અસાધારણ પ્રતિભાસંપન્ન શ્રી હેમચંદ્રાચાર્યે દીર્ઘકાળ સુધી રહી, પોતાની વૈયાકરણ, નૈયાયિક, કવિ અને સાહિત્યકાર તરીકેની કીર્તિ પ્રસરાવી હતી એ ખંભાત નગરીમાં ઓગણીશમી સદીની શરૂઆતમાં એક અમીચંદ સાકરચંદ નામના વેપારી વસતા હતા. તેઓ વિશા ઓશવાળ જ્ઞાતિના હતા. તેઓને ખંભાતમાં વ્યવસાય શું હતું તેની માહિતી કાંઈ પણ મળતી નથી. તેમના પત્નીનું નામ રૂપાબાઈ હતું. સંવત ૧૮૧૪ માં શેઠ અમીચંદ સાકરચંદ ખંભાતથી વહાણમાં બેસી મુંબઈ આવ્યા. એમ કહેવાય છે કેઆ શેઠ અમીચંદ સાકરચંદના વડિલે અસલ પાલી શહેર(મારવાડ) માં વસતા હતા અને ધંધા માટે ખંભાતમાં તેમને વસવાટ થયું હતું. તેઓ ખંભાતમાં રહેતા હતા તે પહેલાં તેમને વસવાટ ગુજરાતમાં આવેલા જિત્રા ગામમાં થયે હતે.