________________
(૩)
ખંભાતથી મુંબઈ. અરબી સમુદ્રની એક અણી ગુજરાત અને કાઠિયાવાડને જુદા પાડે છે, તેને ખંભાતને અખાત કહેવામાં આવે છે, એ અખાતની શરૂઆત દીવથી થાય છે. એના પૂર્વ—ઉત્તર ભાગે ખંભાત શહેર આવેલું છે. એ શહેરનું સ્થાન એવું
અભિનવ છે કે એણે આખા અખાતને પિતાનું નામ અપાવરાવ્યું છે. મહાન હિંદી સમુદ્રની છેળો એને કિનારે ઊડતી હતી. પ્રાચીન ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલ એ સ્તંભતીર્થે અનેક ચડતી પડતી જોઈ હતી. પ્રાચીન કાળમાં એ નગરી ગુજરાતમાં એક ખાસ મહત્ત્વનું અને તીર્થનું સ્થાન ગણાતી હતી. જ્યાં સુધી દરિયે પૂરાઈ ગયે નહેાતે ત્યાં સુધી ત્યાં મોટા વહાણે પણ આવતા હતા. વ્યાપારમાં ખંભાત નગરીએ બહું મોટું નામ કાઢયું હોય તેવું તે લાગતું નથી, પણ સામાન્ય રીતે એનું સ્થાન ઠીક હતું. એની ઓળખ રાશી બંદરના વાવટારૂપે યાને અગ્રિમ બંદરરૂપે થતી.
દરિયાકિનારે વસનારા શહેર કે ગામના લોકોની નજર બહુ દૂર સુધી પહોંચી છે. એની ભાષામાં દરિયાઈ શબ્દો અને વાક્યોની વિપુળતા હોય છે. અને એના દિલમાં વિશાળતા