________________
શેઠ મોતીશાહ
૧૩ રિવાજેમાં તે અત્યારે વીસમી સદીમાં જે ચાલે છે તે ઓગણીસમી સદીનો વારસે છે. ફેર માત્ર બાળલગ્નમાં પડી ગયે છે. તે યુગમાં બાળલગ્ન ખૂબ થતાં હતાં. નાનપણના વેવિશાળ એ એક જ તેનું કારણ હતું. સુખાકારી સારી રહેતી હોય એમ લાગે છે. દેશમાંથી ધન ઓછું થવા માંડયું હતું, પણ આ આખી સદીમાં દેશના ધને પરદેશ પગ કરવા માંડ્યા છે તે જણાયું નહોતું. લોકોને શાંતિ અને સ્થિરતા જોઈતી હતી, તે નજરે દેખાતાં અંદરથી શું નુકશાન થાય છે અને પરતંત્રતાને પરિણામે વીસમી સદી કેવી કડી સ્થિતિમાં મૂકાશે તેને ખ્યાલ કરવાની દીર્ઘ દૃષ્ટિ તે વખતે વિશિષ્ટ વિચારકેના વિચારપથમાં આવી હોય તેમ લાગતું નથી.
હિંદનાં નાનાં મોટાં રાજ્યો વચ્ચે બ્રિટિશ સરકાર સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યો જતી હતી અને અંદરઅંદરના કુસંપનો લાભ લઈ પિતાની સત્તાનું ક્ષેત્ર આગળ ધપાવ્યે જતી હતી. આવા યુગની આ વાત છે.