________________
૧૨
નામાંકિત નાગરિક એને ઉકેલીને વાંચનાર ઘણા ઓછા નીકળ્યા, તેને પરિણામે એને નાશ તે ન થયો પણ એનાં પાનાં સામસામા ચેટી ગયાં. સાધુઓમાં શિથિલાચાર વધતો ચાલ્યું. સાધુસંખ્યા ઘટતી ચાલી અને જ્ઞાન એટલું બધું કટાઈ જતું ચાલ્યું કે આખી સદીમાં એક પણ સંસ્કારી સંસ્કૃત લેખક થયે નહિ. પ્રાય બાળબેધ વાંચીને ચલાવ્યે રાખ્યું. જ્ઞાનમાં સમર્થ લેખક અને નૈયાયિક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની કક્ષામાં બેસે એ એક પણ વિદ્વાન્ આખી સદીમાં થયો નથી. ગુજરાતી રાસ સાહિત્ય વધ્યું. શ્રીપદ્રવિજયજી અને વીરવિજય જેવા સારા ગુજરાતી કવિઓ થયા. સાદેવીઓની સ્થિતિ વધારે ઘસાતી જ ચાલી. શ્રાવક વર્ગમાં એક પણ જાણીતા લેખક થયે હેય તેમ જણાતું નથી અને શ્રાવિકાઓનું સ્થાન તે છોકરાં ઉછેરવાનું અને ઘર સંભાળવાનું હોઈ તેમાં કાંઈ પ્રગતિ થઈનહિ. સાહિત્યની નજરે આ આખી સદી એકંદરે ઘણું નિર્બળ થઈ ગણાય.
આ યુગમાં પ્રતિષ્ઠા મહોત્સવ અને સંઘે સારી સંખ્યામાં નીકળ્યા હોય તેમ જણાય છે. સંવત ૧૮૯૩ માં શેઠ મોતીશાહના પુત્ર ખીમચંદભાઈએ પાલિતાણાનો સંઘ કાઢ્યો તેનું અદ્ભુત વર્ણન આગળ જેવાશે. એ સદીની આખરે શેઠ હઠીસંગ કેશરીસિંગ, શેઠ મગનભાઈ કરમચંદ અને શેઠ હરિભાઈ વખતચંદે અમદાવાદથી ઘણા માટે સંઘ કાઢ્યો પણ દશમે દિવસે મેટું વિઘ આવતાં સંઘ વીંખાઈ ગયે એની વિગતે વાંચતાં એ સદીમાં સંઘ કાઢવામાં મેટું પુણ્ય બંધાય છે એવાતને ખૂબ પ્રાધાન્ય મળતું હશે એમ જણાય છે. લેકેની ધર્મભાવના ભેળાભાવની, સરળ અને સાદી હોય એમ સહજ અનુમાન થાય છે.