________________
૧૧
માં નાનું
રણ આ વિશની આંટ
શેઠ મોતીશાહ
વ્યાપારમાં જેનું સ્થાન કેવા પ્રકારનું હતું તે તે વખતની પેઢીઓનાં કેટલાંક સ્મરણે આ વિવેચનમાં આગળ જતાં આવશે તે પરથી જણાશે, પણ અત્ર તે તેઓની આંટ કેટલી મજબૂત હતી તેટલી જ વાત પ્રસ્તુત છે. આગલા પ્રકરણમાં “શાહ” ની આંટ પર જે વિવેચન કર્યું છે તે આબાદ જૈન વણિકને લાગુ પડે છે. “શાહ” શબ્દનો ઉપગ જેન વણિકને જ બહુધા નિદેશે છે એ વાત જગજાહેર છે.
તે યુગમાં જેને દ્રવ્યવ્યય મુખ્યત્વે દેરાસરે બંધાવવામાં થતું હતું એમ જૂદા જૂદા ઉલેથી જણાય છે. ઠામઠામ ધર્મશાળાઓ બાંધવી એ દ્રવ્યવ્યયને બીજો પ્રકાર હતો. કવચિત ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રયે બાંધવાના પણ ઉલ્લેખ છે. આગળ જતાં અનેક હકીક્ત આવશે તેમાં કેટલીક વિગતે દ્રવ્યવ્યયની આપી છે તે પરથી જણાય છે કે જેને સામાજિક કાર્યમાં પોતાનાં દ્રવ્યનો વ્યય ધર્મ કે જ્ઞાતિનો ભેદ રાખ્યા વગર કરતા હતા. જ્ઞાતિ કે સંઘજમણ એ પણ એક દ્રવ્યવ્યયનો પ્રકાર હતું અને કેટલાક કંજુસ માણસે પણ તે યુગમાં આવા પ્રકારના ધનવ્યયમાં ગૌરવ માનતા હતા અને તે ઉપરથી એક કહેવત પડી ગઈ હતી કે “પેટે પાટા બાંધતા, મખીચુસ કંજુસ, પણ વરઘેડે વાણીઆ, ખરચી થાયે ખુશ.” એકંદરે વણિક જેને ઉદાર હતા એમ જણાય છે.
જૈન સાધુ વર્ગની સ્થિતિ પર વિચાર કરતાં ઓગણીશમી સદી તદ્દન ઠંડી પડી ગયેલી હોય એમ લાગ્યા વગર રહે તેમ નથી. મુસ્લિમ યુગમાં જે સંરક્ષણવૃત્તિ જન્મ પામી હતી તે ચાલુ રહી તેથી જેનના અમુક સાહિત્યનું રક્ષણ થયું, પણ