________________
૧૦
નામાંકિત નાગરિક થોડાક જાતે ખેતી કરતા, પણ ઘણાખરા ખેડૂતને ધીરધાર કરતા. કેળવણીના ક્ષેત્રમાં જોઈએ તે, ઘણાખરા વણિકે લખી વાંચી જાણે તેટલું જ્ઞાન મેળવતા હોય એમ જણાય છે. નામું લખવામાં અને હિસાબ ગણવામાં વણિકોની કુશળતા તે સમયે પણ ખૂબ પ્રશંસા પામી હતી એમ જણાય છે. સ્ત્રી કેળવણી લગભગ નહોતી એમ કહીએ તો ચાલે, છતાં સાધ્વીઓ છેડે
ડે અભ્યાસ કરતી હતી. એકંદરે તે સમયની કેળવણીના ધરણ પ્રમાણે જેન વણિક ભણેલા, સલાહ લેવા લાયક અને નામાં કે ગણતરીના કામમાં કુશળ ગણાતા હતા.
નૈતિક વ્યવહાર જેનોને કેવા પ્રકારનો હતો તે માટે કાંઈ ખાસ નેંધવા લાયક હકીકત મળતી નથી. એકંદરે પિસા મેળવવાના અને સંગ્રહ કરવાના ધોરણ પર તેઓની જીવનરચના રચાયેલી હોવાથી તેઓને નૈતિક વ્યવહાર મધ્યમ પ્રકારને હશે એમ ધારી શકાય. તેઓ ક્રેડિટ–આંટની બાબતમાં બહુ ચુસ્ત અને મક્કમ હોય એમ અનેક દાખલાઓ પરથી જણાય છે. કાઠિયાવાડ કે ગુજરાતનાં બંદરેમાં રહી વેપાર કરનારની આંટ હેરીન અને સુમાત્રા સુધી ચાલતી હતી અને શાહદાગરોની આંટ ખાસ વિખ્યાતિ પામેલી હતી. કેઈ પણ રીતે બાપદાદાને કરજમાંથી છોડાવવાની વૃત્તિ એના સંસ્કારમાં એટલી જામેલી હતી કે દેવું દેવાય નહિ ત્યાં સુધી એને નિરાંત વળતી નહતી. આ દષ્ટિએ જોતાં અને મુદ્દત જવાની વાત તે તે વખતે પ્રચલિત ન હોવાને કારણે એકંદરે લોકેની નીતિ સારી હતી એવા અનુમાન પર આવીએ તો તેમાં ખોટું ન ગણાય.
* મેતીના વેપાર માટેનું અરબસ્તાનમાં જાણીતું બંદર.