________________
શેઠ મોતીશાહ
માયલ પ્રતિકાર રાતિલત હ
નાત મળી છે એમ કહેવામાં આવતું હતું અને ધાર્મિક મેળાવડાને “સંઘ” કહેવામાં આવતો હતો. જ્ઞાતિઓ કેટલીક એવી પણ હતી કે જેમાં જેન તથા જૈનેતર બને સાથે હોય. કન્યાની લેવડદેવડ જ્ઞાતિજનેમાં જ થતી હતી. પ્રાંતિક તફાવત પણ ઘણુ હતા. ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડ એ વણિકે જેનેની મુખ્ય જ્ઞાતિઓ હતી. તે ઉપરાંત નાગર વાણુઆ, મેઢ, કપોળ પણ જેનધર્મ પાળનારા હતા. તેઓએ તે સદીમાં કરાવેલી પ્રતિષ્ઠાના અનેક લેખે મેજુદ છે. કન્યાની લેવડદેવડ અને લગ્નની બાબત પર જ્ઞાતિઓ ધ્યાન આપતી હતી. ધર્મ વિરુદ્ધ ગુન્હાઓની ખબર સંઘ લેતે હતા, એકની એક જ્ઞાતિની અંદર જોન હેય તે જૈનેતરની સાથે અરસ્પરસ કન્યાની લેવડદેવડ કરી શકતા હતા.
નાના ગામડાઓમાં જેન વણિકે શેઠનું સ્થાન મેળવતા હતા. તેઓ મુખ્યત્વે પૈસાની લેવડ–દેવડ કરતા હતા. ગરીબ હોય તે તેલપળીને વેપાર કરી ઉદરનિર્વાહ કરતા હતા. બનતા સુધી વેપાર તરફ તેઓનું ધ્યાન વધારે હતું. કાં તે વેપાર કરે અથવા વ્યાપારીની નોકરી કરવી એ એને જીવન ઉદ્દેશ રહેતું હતું. એના સંસ્કારે અહિંસાના હેઈ એ મહાઆરંભના કાર્યથી બને ત્યાં સુધી દૂર રહેતું હતું. પણ એ મહાપરિગ્રહથી દૂર રહેતો હોય એમ લાગતું નથી. સંરક્ષણ વૃત્તિ એનામાં જન્મથી જાગ્રત રહેતી હતી. કેઈ કેઈ જેન વણિકે લડાઈમાં પણ જતા હતા અને ભારે શૂરાતન દાખવતા હતા, પણ સંગ્રામ કાર્ય એને માટે આકસ્મિક અથવા અપવાદરૂપ જ હતું. પૈસા મેળવવાના એ અનેક માર્ગો શેાધી લેતા.