________________
શેઠ મોતીશાહ
४०८ અંજનશલાખા પ્રમુખ સામગ્રી, મેળવતાં ગુરુ સંગેજ રે; નવ લાખ ઉપર સતસેંસ રૂપઈયા, ખરચાણાં મન રંગે. મન૬ અમરચંદ ખીમચંદ દમણના, શેઠજી આગે પ્રધાનજી રે; ભાઈ અનોપમ દોય સહદર, અવસર ઉચિતના જાણ. મન૦ ૭ મેહાટા મંદિર પાસે દેહરું, તે પણ શિખર કરાવેજી રે; ધર્મનાથ આદે બહુ પ્રતિમા, સુંદર તેહ ભરાવે. મન, ૮ શશી મંડળ ફરતા ગ્રહમંડળ, તીમ જિનચૈત્ય ઘણેરાજીરે; સહસ ગમે કારીગર કામે, લાગે ઉઠી સવારે. મન ૯ કલ્યાણજી કહાનજીને નંદન, દીપચંદ ગુણ પરિણામે જી રે; એ ટુંક પાછળ ટુંક કરાવે, શેઠ મોતીશા હુકમે. મન૧૦ તાણુઆમાં મહુરત લીધું, અંજનશલાખા કેરુજી રે; શ્રી શુભવીર જિનેશ્વર ભગતે, ઉલસીત ચિત ભલે મન- ૧૧
દ્વાલી ૩ જી. (અનહાંરે વાલજી વાય છે વાંસળી રે—એ દેશી) અનહાંરે શેઠ સજાઈ કરે સંધરે તે સાંભળી દેશ વિદેશ.
લેક સજે ઘણું સંઘમાં રે, અનીહાંરે દેવ ઘણું દેવલોકમાં રે, શેઠના ગુણ ગાય વિશેષ. લે. ૧ અનીહાંરે દક્ષીણતા ગુણશેઠની રે, પારસ સમ સ્વર્ગે ગવાય. લે.૨ અનીહાંરે દક્ષીણતા પણ આપણું રે, નહી લેપ એમ દીલ થાય..૩ અનીહાંરે સ્વર્ગો શેઠને નુતર્યા રે, કરે પાવન અમ ઘર આજ. લે. અનીહાંરે ગામ ગયાં સૂતાં જાગશે રે, રખે લાગશે ઘરના કાજ..૫ અનીહાંરે ખીમચંદભાઈને શેઠજી રે,દીએ હેત શિખામણ સાર..૬ અનીહાંરે પુત્ર સવાઈ પુન્ય હો રે, કુળદીપક છે નીરધાર. લે. ૭