________________
પરિશિષ્ટ ૯ કુંતાસર પ્રતિષ્ઠા (શત્રુંજ્યનાં) મોતીશાનાં ઢાળીયાં
ઢાળ ૧ લી (સુહંકર સિદ્ધાચલ સેરીએ–એ દેશી.) ઉઠી પ્રભાતે પ્રભુ નમીએ, જઈ વિમલાચલ વીસમીએ; અંતર ધ્યાન રાસે રમીએ, વિમલગિરિ રંગ સે સે ત્રિભુવન તીરથ નહીં એ, વિમલગિરિ રંગ ર સે. ૧ ગિરિ સામા એક ડગ ભરીએ, કેડ હજાર ભવાંતરીએ; સંધ્યાં પાટીકડાં હરીએ.
વિમલ૦ ૨ અમૃત પદ વરવા આવ્યા, પાંડવ પમુહા મુનિરાયા; સેંસગેરી મુગતી પાયા.
વિમલ૦ ૩ જાત્રા વિના ભેજન ન કરે, સુરસાનીધ અભિગ્રહ પૂરે; પૂરવ ભવે શું શોક હરે?
વિમલ૪ ખટમાસી જિન ધ્યાન ધરે, શુક રાજા નિજ રાજ વરે; શત્રુંજયગિરિ નામ કરે.
વિમલ૫ સંઘવી થઈ સંઘ લઈ ચાલે, સિદ્ધાચલ પંચ સનાત્ર કરે, શિર પર રાયણ દૂધ ઝરે.
વિમલ૦ ૬. ગુરુ ઉપદેશ વચન વાશી, મુંબઈ બંદર રહેવાશી; સુરનર ગાવે સાબાશી.
વિમલ૦ ૭