________________
४०४
નામાંકિત નાગરિક ભેરી ભુગલ વણા વાજતી, વાજિંત્ર વિચિત્ર પ્રકાર: તી ઘણું ધૂપઘટા ગગને ચલી, નવલે વેશે નરનાર. સી૮ શેઠ સાજન માટે સંચર્યા, બાલાભાઈ ત્રીકમ સાથ; તીવ્ર ચામર ઢલતા શિર પાલખી, માંહે બેઠા જગતના નાથ. તી. ૯ કર જોડી કરે સહ વંદના, પ્રભુ રહેજે હઈડાપાસ; તી. દેવ દેવી જુએ ગગને રહી, તલ પડવા નહિ અવકાશ. તા. ૧૦ હાથી ઘોડા ને પાલખી, ઘડવેહેલ્યને નહિ પાર; તી.
પીવાલા હામ જોઈ હરખતા, વરઘેડે ચઢ્ય પુરબાર. તી૧૧ વડ શીતલ છાર્ચે ચાલતાં, સહુ આવતા વાડી મઝાર તી વરઘેડો તિહાં જઈ ઉતર્યો, દેવ નોતરીયા તિણિવાર. ત. ૧૨ તસ આપે અમુલક બાકલા, ભણે મંત્ર આગમ ઉપદેશ, તી. વિધિ જાણ શ્રાવક વિધિ સાચવે, નવિ ભૂલ પડે લવલેશ. તા. ૧૩ જલ કુંભ ભરી શ્રીફલ ઠવી, શિર ધરીયા સહાગણ નાર. તી. વલીયે વરઘોડે શહેરમાં, ઉતરી શેઠ દરબાર. તી૧૪ રાતી જગે પૂજા પ્રભાવના, સાચવી સક્ત વિવેક, તી. શુભવીર પ્રભુને શાસને, શેઠ ધરતા ધરમની ટેક. તા. ૧૫
ઢાળ ૭ મી. (તમે પીળાં પીતાંબર પહેર્યાજી મુખને મરકલડે-એ દેશી) મંગલિક ગાવે નરનારજી, શાસનના રસીયા, કુંભ થાપે ગ્રહ દિગપાલજી, શાસનના રસીયા; પ્રભુ પંખણ વિધિ મન ખાંતેજ, શાસનના રસીયા, માગશર શુદિ છઠ્ઠ પ્રભાતેજી, શાસનના રસીયા.