________________
(૨)
તત્સમયની જૈનેની પરિસ્થિતિ. ઓગણીસમી સદીમાં જેની પરિસ્થિતિ કેવી હતી તે પણ સંક્ષેપમાં જાણું લેવું જરૂરી છે. જેનું મુખ્ય સ્થાન વેપારમાં હતું. જેન શબ્દ તે વખતે બહુ પ્રચલિત હોય એમ લાગતું નથી, પણ ગુજરાત કાઠીઆવાડમાં “શ્રાવક” શબ્દ વધારે ઘરગથ્થુ જણાય છે. જેને માટે ભાગ તે સમયે ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને મારવાડમાં હતા. તેમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એવા બે વિભાગ હતા. સ્થાનકવાસી, સંબંધી કાંઈ વિશેષ ઉલેખ મળતા નથી એટલે એની સંખ્યા અને અગત્ય અલ્પ હશે એમ સહજ અનુમાન થાય છે. તે યુગમાં તેઓ ઢેઢક અથવા ઢુંઢિયાના નામથી પ્રસિદ્ધ હતા. મૂર્તિપૂજક શ્રાવકે વ્યાપારનાં ક્ષેત્રો સારી રીતે ખેડતા હતા. નાના ગામડામાં શેઠીઆઓનું સ્થાન મેટે ભાગે શ્રાવક વર્ગને હતું. મેટા ગામ કે શહેરમાં વ્યાપાર તેઓ ખેડતા હતા અને અન્ય કેમે સાથે હળીમળીને ચાલતા હતા. પૈસાની લેવડદેવડ, શરાફીને ધંધે તેમના હાથમાં મોટા પાયા પર હતે. મોટા વેપારીઓ સારી આંટ જમાવતા હતા. દેશપરદેશમાં તેમની હુંડીઓ ચાલતી હતી અને (કેડીટ) આબરુની બાબતમાં