________________
શેઠ મોતીશાહ ચોરાશી નાતે કહેવાતી હતી. વાણીઆમાં તેથી પણ વધારે હતી. કન્યા લેવડદેવડનું ક્ષેત્ર પ્રાંતથી પણ મર્યાદિત હતું. તે વખતે દૂર દેશમાં કન્યા આપવામાં અવરજવરના સાધનોની અલ્પતાને કારણે અગવડ પણ હતી. અનેક કારણોને લઈને જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, પેટાની પેટા જ્ઞાતિ અને પ્રાંતિક ભેદને રિવાજ તે સમયે ચાલતો હતો. કેળવણીની નજરે જોઈએ તે થોડા બ્રાહ્મણો ખૂબ અભ્યાસ કરતા હતા અને કેઈ સાહસિક કાશી સુધી અભ્યાસ કરવા જતા હતા. વાણું આ નામું, આંક અને હિસાબ ભણતા અને કેઈ પંચેપાખ્યાન ભણે તે બહુ કુશળ ગણાતો હતે. આ સદીમાં અંગ્રેજી ભાષાના અભ્યાસની શરૂઆત ઘણું નાના પાયા પર થઈ હતી. સ્ત્રીઓમાં લગભગ તદ્દન અજ્ઞાન હતું. તેઓ કથા, વાર્તા કે વ્યાખ્યાન સાંભળતી અને ઘરગથ્થુ કથાઓ છોકરાંઓને કહેતી હતી એમ જણાય છે.
આવા પ્રકારની હિંદની પરિસ્થિતિ વિકમની ઓગણીસમી સદીમાં હતી. સામાન્ય ખ્યાલ આપવા આટલી હકીક્ત રજૂ કરી છે, બાકી વિગતે માટે તે સમયનું સાહિત્ય એટલું તે ઉપલબ્ધ છે કે એના પર પુસ્તક ભરી શકાય. અત્ર તે અનાવશ્યક છે.