________________
નામાંકિત નાગરિક
સામાન્ય જનતાને મુખ્ય ઉદ્યોગ ખેતીના હતા. વાણીઆ વર્ગ તા વ્યવસાય કે ધધામાં રક્ત હતા. સાહસિક વ્યાપારીએ ચીન, આફ્રિકા અને જાવા સુધી પણ જતા હતા. વહાણથી વ્યવસાય દૂર દેશ સાથે ચાલતા હતા. હુંડીપત્રીથી પણ દૂર દેશ સાથે લેવડદેવડ થતી હતી અને કેટલાક સાહસિકેા પરદેશમાં જઈને પેઢીઓ પણ જમાવતા હતા.
રીતિરવાજની નજરે જોઈએ તા મુસલમાન રાજ્ય થયા પછી માળલગ્નના રિવાજ વધી ગયા હતા અને તે વખતે તેનાં કારણા પણ હતાં. લાકા એ રિવાજને આધીન થઈ ગયા હતા. સ્ત્રીઓમાં કેળવણી લગભગ નહિવત્ હતી. એનું સ્થાન ઘરમાં જ હતુ. સ ́યુક્ત કુટુંબ–ભાવનાને પૂરેપૂરું સ્થાન હતું અને ભાઇઓથી જુદા થવાની વાત કરવી એ બાબતને પણ તત્સમયના વ્યવહારથી અતિરેક માનવામાં આવતા હતા. પ્રાયઃ પેાતાના બાપદાદાના ધંધામાં એની પ્રજા દાખલ થઈ જતી હતી એટલે લુહારના દીકરા લુહાર થાય અને સુતારના દીકરા સુતાર થાય એવી તે સમયની રીતિ હતી. પુત્ર પુત્રીના લગ્નના બેજો અને અધિકાર પિતા અથવા વડીલ વર્ગને માથે હતા. એમાં પુત્ર પુત્રીની ઈચ્છાને બિલકુલ સ્થાન ન હતું. ‘દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય' એવી તે સમયની માન્યતા હતી. ઘણે ભાગે બહુ નાની વયમાં અને ઘણીવાર તા ઘાડિયામાં બાળકો પોઢ્યાં હાય તે સમયે તેમના વેવિશાળ–સંબંધ તેમના બાપ કે વિડિલ કરી નાખતા હતા. લગ્ન સંબધી તકરાર કે વાંધાના નિકાલ કરવાના સવ અધિકાર જ્ઞાતિને એટલે જ્ઞાતિના આગેવાનાને કુલ સ્વાધીન હતા. જ્ઞાતિઓ પારાવાર હતી. બ્રાહ્મણની