________________
શેઠ મેતીશાહ
ગુપ્ત રાખતા હતા અને ગરીબ વર્ગ જેમ તેમ જીવન ગુજારતે હતે. દેશપરદેશના વ્યવહારનાં સાધને અતિ અલ્પ હાઈ અફવાઓ ખૂબ ચાલતી હતી અને અમુક પાડોશી કે દૂરના રાજાઓ ચડી આવશે એવી ગભરાટની વાતે ચાલ્યા જ કરતી હતી. રાજકથા અને દેશકથામાં લેકે સમય વિતાડતા હતા અને અવ્યવસ્થિત રીતે જીવનવ્યવહાર કરતા હોઈ આખો વખત ગભરાટમાં રહેતા હતા. એમને દરીએ જતાં ચાંચીઆને ભય હતો, હિંદમાં ફરતા લુંટારા પીંઢારા અને ફાંસી આને ભય હતું અને રાજાઓના રાજ્ય કરવાના દેવી હકકના સ્વીકારને પરિણામે એક વ્યક્તિના વિચાર કે દોરવણી પર કામ લેવાને ટેવાઈ જવું પડતું હતું. કેઈ વિશાળ વિચારને રાજા રાજ્ય કરે તે પ્રજાની સુખ–સગવડને તે વિચાર કરતે અને કઈ વાર અંધેર પણ ચાલતું.
સાંસારિક વ્યવહારમાં જ્ઞાતિઓ ઘણુ મજબૂત હતી. પિતાના જ્ઞાતિજનેને અંદરઅંદર ઝઘડા થાય તેનો નિકાલ પંચ મારફત થતે. જ્ઞાતિના અગ્રેસર અને શેઠે જ્ઞાતિજને માટે ચીવટ રાખતા હતા અને એકંદરે લોકે “નાતે તરવું અને નાતે મરવું એ વાતમાં ગૌરવ લેવાનું શીખી ગયા હતા. જ્ઞાતિના ઝઘડા રાજદરબારે કદી જતા નહિ અને સાંસારિકવ્યાવહારિક બાબતમાં જ્ઞાતિના કાર્યકરને એક પ્રકારનું સ્વરાજ હતું. એની વિગતેમાં ઉતરીએ તે એમાં ઘણા લાભે તે સમયની આજુબાજુની પરિસ્થિતિને લઈને હતા, પણ એમાં અનેક પ્રકારના કચવાટને પણ સ્થાન મળતું હતુ.