________________
નામાંકિત નાગરિક
હિન્દુસ્તાનની પ્રજા રાજ્યાના અંદરઅંદરના કુસ’પથી ત્રાસી ગયેલી હતી, જાનમાલની સલામતી બહુ ઓછી હતી. લોકેામાં શૂરાતન ઘણું હતું. પ્રાંતીય અથવા સ્થાનિક અસ્મિતા ઘણી હતી. સ્વદેશપ્રેમ એટલે સ્વરાજ્યના પ્રેમ સમજાતા હતા. રાજપૂત રાજપૂતો સાથે લડવામાં મગરૂબી લેતા હતા, મરાઠા મરાઠા સામે મારચા માંડવામાં ગૌરવ લેતા હતા અને મુગલ શહેનશાહને શિર ઝૂકાવવામાં રાજનીતિ સમજતા હતા. અમુક અપવાદ બાદ કરતાં તે સમયે દેશમાં જે અસ્મિતા હતી તે પ્રાંતીય હતી અને તેમાં પણ સ્વાર્થ ખાતર પરકામ કે પરદેશી સાથે સહકાર કરીને સ્વાર્થ સાધવામાં કોઈ જાતના વાંધા તે વખતની જનતાને લાગતા નહોતા. આ સવ માં અપવાદ જરૂર હતા, પણ તે આંગળીના ટેરવા પર ગણાય તેટલા હાઇ, ઓગણીશમી સદીની શરૂઆતમાં રાજકીય પરિસ્થિતિ સામાન્ય રીતે આવા પ્રકારની હતી એમ કહી શકાય.
હિંદ નાનાં નાનાં રાજ્યામાં વહેંચાઈ ગયેલું, હતુ. રાજ્યાને અંદરઅંદર પ્રેમ નહાતા. સ્પર્ધા અને હરીફાઈ અનેક વખત દ્વેષ અને ઇર્ષ્યાના આકાર લેતા હતા. એક બીજાને નરમ પાડવામાં શક્તિ અને સ્થિતિના ઉપયાગ થતા હતા અને એક બીજાને સામસામે મૂકી મદદ કરવાને નામે પરરાજ્યના પ્રવેશ દેશમાં થતા હતા તે વિચારવાની દ્વીધ ષ્ટિના બહુધા અભાવ હતો.
લડાયક કામે સિવાયની સામાન્ય જનતા રાજકારણમાં રસ લેતી ન હતી, પણ એને પોતાની સ્થિતિની નિરંતર ચિંતા રહેતી હતી. ધનવાના ધનને જમીનમાં દાટી રાખી