________________
॥ श्रीगोडीपार्श्वनाथाय नमः॥ મુંબઈના નામાંકિત નાગરિક
શેઠ મોતીશાહ
વિકમની ઓગણુસમી શતાબ્દિ જે સમયની આ પૃષ્ઠોમાં વાત કરવાની છે તે વિક્રમની ઓગણીસમી સદીને સમય છે. એટલે ઈ. સ૧૭૮૪ થી ૧૮૪૪ ના સમયની આમાં કેટલીક હકીકતે આવશે. પ્લાસીનું યુદ્ધ થઈ ગયું હતું. (ઈ. સ. ૧૭૫૬) કંપની સરકારે પિતાનાં મથકે વ્યાપારને નિમિત્તે ઠામ ઠામ જમાવી દીધાં હતાં. બંગાળ, બિહારની જમાબંધી મેળવવાના હક્કો મુગલ શહેનશાહ પાસેથી મેળવી ત્યાં છેવટે પિતાની આણ જમાવી દીધી હતી. દક્ષિણમાં મદ્રાસથી શરૂ કરી ધીમે ધીમે ફેન્ચ અને પોર્ટુગલ સરકારને હસ્તક નામનાં સ્થાને રહેવા દઈ જમાવટ કરી હતી અને સીંધીઆ, ભોંસલે, પેશ્વા, ગાયકવાડ વિગેરે પર ધીમે ધીમે પણ મક્કમ પ્રકારે સામ્રાજ્ય જમાવવાને આ સમય હતે. આપણી વાત એ મધ્યકાલીન સંધિકાળની છે.