________________
શેઠ મોતીશાહ તેઓ “પાદશાહી ની સાથે પણ હરીફાઈ કરતા હતા. પાદશાહ તે શાહને ચેાથો ભાગ ગણાય એમ તેઓ બેલતા હતા (પાદ એટલે ચોથો ભાગ), અને પોતાની આબરુ જાળવવા ગમે તેટલે ભેગ આપતા હતા. બાપનું દેવું દીકરો આપે છે તે તદ્દન સ્વાભાવિક હતું. મુદતનો વાંધો કેઈલેતું નહિ અને વડીલોને દેવામાંથી મુક્ત કરવાની ભાવના રોમેર પ્રસરી રહેલી હતી.
કેટલાક જેનો વહાણવટાનો ધંધો કરતા હતા. ખાસ કરીને કંઠાળના પ્રદેશના જેને દૂર દેશને વેપાર કરતા હતા. પોતાનાં વહાણે રાખતા અને નૂર (ફેઈટ) ની આવક ઉપર પિતાને વ્યવહાર ચલાવતા તેમજ પરદેશ ચીજો મેલતા અને કેટલાક સાહસિકે દૂર દેશ જતા પણ ખરા. તેમની વ્યાપારકુશળતાની અનેક પ્રચલિત વાત પ્રસિદ્ધ છે. લંકા, ઝાંઝીબાર અને ચીનના તેમના વ્યવહારના અનેક દાખલાઓ છે અને સુમાત્રા, જાવા જવાની વાતો પણ સુપ્રસિદ્ધ છે. તે વખતે એવી પણ માન્યતા હતી કે “જે જાય જાવે, તે પાછો ન આવે; અને આવે તે પરિયાના પરિયા ખાય તેટલું ધન લાવે.” એનો આશય એમ સમજાય છે કે જાવા તે સમયે એટલું દૂર હતું અને સાધને એટલાં અક્કસ હતાં કે ઘણાખરા તે ત્યાં જાય તે પાછા આવે જ નહિ, પણ ત્યાંનો વેપાર એટલે સારે હતું કે જે ત્યાં જનાર સાહસિક પાછો આવે તે એની પ્રજાની પ્રજા એટલે સાત પેઢી સુધી ચાલે એટલું ધન કમાઈને લાવે. આ વહાણવટાની બાબત ખાસ પ્રસ્તુત હોઈ તે પર અત્રે ઉલ્લેખ કર્યો છે, તેની અગત્ય આગળ સમજાશે.
એ ઉપરાંત ડાક બુદ્ધિશાળી લોકે રાજદરબારમાં ભાગ