________________
પરિશિષ્ટ ૫ મેતીશાહ શેઠનું વસીઅતનામું (વીલ ). શ્રી ગોડીજી પારશનાથજી સાહેબની મંગલ હેજે.
શ્રી મુંબાઈ મધે શ. ૧૮૯૨ ના વઈશાખ સુદી ૩ વા. સમ તા. ૧૮ મી એપ્રીલ શ. ૧૮૩૬ અંગરેજીને દિને હમેએ હમારી હઈઆતીની અકલ ઉશીઆરીમાં આએ હમારૂ વશીઅતનામુ કીધુ છે ને ઈઆદદાસ નીચલ લખી છે તે પરમાણે હમારે કરે ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે. તેને આએ વશીઅતનામા પરમાણે ચાલવુ તેની વિગત નીચલ લખી છે.
૧ રકમ પેલી–હમે હમારી હઈઆતીમે છઈએ તાં સુધી હમારી સરવે દેલત તા. માલમીલકત તા. જે કાંઈ હમારૂ છે તેના સરવેના ધણી હમ પિતે છઈએ ને ના કરે પરમેશરને હમારી કા બની તે પછી હમારો વારસ તા. વકીલ એખલે પડે ભાઈ ખીમચંદ વી. મેતીચંદ છે. તેથી આએ નીચલ લખા હેકમ પરમાણે ચાલે શહી
૨ રકમ બીજી–ના કરે પરમેશરને હમારી કજા થાએ તે પછી હમારી પાછલ વરસ ૧નો મતને ખરચ હમારા નામ પરમાણે ધરમધાન સુધા ભાઈ ખીમચંદ વી. મોતીચંદ કરે. તેનું પુન હમારે છે તેથી કરે શહી–
૩. રકમ તરીજી–હમે હમારી હઈઆતીમાં જે રીતે હમારા, શગા વાલા સાથે ચાલતા હતા આપવા તા. લેવામાં તે થી