________________
૩૩૮ .
નામાંકિત નાગરિક ચલાવી સખવા લાએકના પુરવીણ હતાં તે પણ મેતીશાહની રૂડી સલાહ તે હરેક વાતમાં તેવણ સદા લેતાં હતાં. માટે એ ઘેર સાથે સંબંધ અરસપરસ સધાએલે રેહેવામાં તે વખતનાં જવાંણ વાહાડીઆ જાદાઓને અચ્છા લાભ પરાયત થતો હતે.
આ મોતીશાહના હાથમાં ભાઈના મરણ પછે જેમ વખત આવતા રહે તેમ તે ઉપર તેઓએ એવાં પગલાં મેલવા માંડયાંકે થેડી જ મુદતમાં મુંબઈખાતે વણીઆ માહજણની વચે એક વગવાલા મોટા બલવંત વેપારી તથા સાહુકારીનું માન હાંસંલ કીધું. અને તેવણની પુખ્ત સલાહ યુરોપીઅને તથા દેશી વેપારીઓને ઘણીજ કીમતી જણાવા લાગી.
મરહુમ સર જમસેદજી જીજીભાઈ બારોટ સાથે આ શેઠને એવીતે પરીતી જોડાઈ રહી હતી કે તે બહુ સાહેબે જાણે એક જ જીગરમાંથી ઉતપન થયેલા હોય તેવા એખલાસથી વેપારનું મહાભારત કામ એકસરખાં વિચારથી જે સંપુર્ણ રીતે તેઓ પાર ઉતારી સખતા હતાં તેનું વરણન જેટલું જણાવીએ તેટલું થોડું જ કહેવાએ કેમકે તે વખત ઉપર પારસીઓમાં જેમ મરહુમ બારોનેટ સાહેબ તેમજ હિંદુએમાં આ મોતીશાહ શેઠ પહેલે વાગેના પરમાણીક વેપારી તથા વાંહાંણવટી ગણાતા હતાં અને તે સાહેબના બોહલા વેપારને લીધે હજારે માણસની રેજી બી ચાલતી હતી તેમાં નાતજાતને કશેએ અંતરે જાણે આવના સરવેની સરખી આંખે જોઈને મહેરબાણ દીલથી પાલતાં હતાં. એટલું જ નહિ પણ પરજ ઉપયોગીના હરકેઈ કામના બી સરવેથી પહેલાં દરજજાની આગેવાની તેઓ જ લેતા હતાં.