________________
શેઠ મોતીશાહ
૩૨૩ આ રીતે શેઠ ખીમચંદભાઈને વહીવટ સં. ૧૯૦૮ ના શ્રાવણ વદ ૧ રવિવારે બંધ થયો. કેટલાક આબરુદાર માણસેને વચ્ચે રાખી તેમને વહીવટ તેમને સેંપવામાં આવ્યા તેઓએ લેણું વસુલ કરી માલ વેચી નાખ્યું અને સં. ૧૯૧૦ ના વૈશાખ સુદ ૧૫ સાડાબાર ટકાની પહેલી વહેંચણી લેણદારોને આપી અને બીજે હફક્ત ટકાને સં. ૧૯૧૧ ના વૈશાખ શુદ ૩ ને જ આવે. આ રીતે લેણદારને ૨૦ ટકા એટલે એક પંચમાંશ રકમ મળી અને નામવર પેઢીને આ પ્રમાણે અંત આવ્યું. આ પ્રમાણે પતાવણ થયા છતાં તેમની સતામણું ચાલુ રહી. જે નાનજી જેકરણને તેમના પિતા મહાન સ્થાને લાવ્યા હતા તેના દીકરા મકનજી નાનજીએ રૂ. ૨૧૦૦૦ માટે તેમના પર જતી આણી, ભાયખલાને બંગલે જતીમાં લીધે અને અંતે કુલ રકમ લીધી ત્યારે જ શેઠને સગડ મૂકે. આમાં કાંઈ બચેલ ઘરેણું ગાડું હતું તે પણ ખલાસ થઈ ગયું.
ખીમચંદ શેઠ પાછળની જિંદગીમાં ઘણું દુઃખી થયા. તેમને ભરણપોષણ માટે તે ભાડાની ઉપજ રહી, પણ દુઃખ અને ચિતાથી તેમનું શરીર ઘસાતું ગયું, તેમની આંખનું તેજ ઊડી ગયું અને છેવટના કેટલાંક વર્ષ અંધાપામાં ગાળ્યાં. આખરે સં. ૧૯૨૫ ના શ્રાવણ વદ ૧૦ (બુધવાર) ને રોજ ૬૫ વર્ષની ઉંમરે તેમણે જીવન છોડ્યું. આ રીતે સુખ- દુઃખમિશ્ર જીવનનો અંત આવ્યું. જીવનની શરૂઆતમાં દુઃખ હોય અને પાછળના ભાગમાં સુખ થાય એવા પ્રકારની બેભાની જિંદગી જીવવામાં વાંધો નથી આવતું