SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ નામાંકિત નાગરિક બલકે મજા આવે છે, પણ સારી અવસ્થામાં અને ગર્ભશ્રીમંતાઈમાં ઉછરેલને પછવાડે દુઃખ જેવાને વખત આવે ત્યારે બહુ દુઃખ થાય છે. અનેક પ્રકારના આહટ્ટદેહટ્ટ થાય છે અને સારા વખતની સાહાબીના ઘચરકા આવ્યા કરે છે. એવા પ્રકારના જીવનની પાછળ ધર્મભાવના હોય, કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય, અનુકૂળતાના વખતમાં કર્મો ભોગવાઈ જાય તે ઈચ્છવા એગ્ય છે એ આત્મવિશ્વાસ હોય તે જ એવા પ્રકારનું જીવન જીવી શકાય છે, નહિ તે માણસ માથાં પછાડે છે, કકળાટ કરે છે અને ઘણીવાર નહિ કરવાનું કરી બેસે છે. ભેળાભલા ખીમચંદ શેઠે આવી પડેલું દુખ સમતાથી સહન કર્યું અને બાકીની જિંદગી તેમણે સેવાભક્તિમાં ગાળી. તેમણે કેઈને ધોખે કર્યો નથી, કોઈના પર કરેલા ઉપકારોને યાદ કર્યા નથી, કેઈના અપયશ પોકાર્યા નથી કે કેઈને દ્રોહ ઈચ્છા નથી. નિકાચિત કર્મ ભેગવ્યા સિવાય બીજું કઈ માર્ગ નથી એવો નિશ્ચય કરી નીચી આંખે સંપૂર્ણ શાંતિથી આપત્તિ સહન કરી ગયા અને વખત આવ્યા ત્યારે અરિહંતાદિનું શરણું લઈ નવકારમંત્રના ઉચ્ચાર સાથે રસ્તે પડી ગયા. આ રીતે આ જીવનપ્રસંગને ચિતારમાં મોતીશાહ શેઠની ઉત્તરોત્તર વૃદ્ધિ, એનું ઉચ્ચતમ બિંદુ પ્રતિષ્ઠા વખતે, અને ત્યારપછી વેપારની વૃદ્ધિ અને છેવટે ખીમચંદ શેઠની દુર્દશાની વાત, મનુષ્ય જીવનની વિચિત્રતા, કર્મના નિયમની અચળતા અને લકસ્વભાવની અનિશ્ચિતતા બતાવવા માટે કરી છે તેમાંથી વ્યવહારદષ્ટિએ ઘણી હકીક્ત દયાનમાં લેવા જેવી છે.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy