________________
૩૨૨
નામાંક્તિ નાગરિક એમાં વ્યાપારી શિક્ષણની અલ્પતા અને અતિ વ્યવસાયી મિતશાહ શેઠની અનેકવિધ રેકાણેને પરિણામે ઘરની બાબતની બેપરવાઈ પણ કારણ હતાં ઘણી વાર બહુ મોટા માણસના નબીરા થવું એ પણ એક જાતને શ્રાપ જ છે. અતિવ્યવસાયી અને આખા ગામના પંચાતી આ માણસો ઘણે વખત પિતાના ઘરની બાબતમાં બહુ બેદરકાર હોય છે. તેમને ઘરના માણસે સાથે બેસી પિતાની ભાવના વ્યક્ત કરવાનો અને આદર્શો સમજાવવાને વખત જ મળતું નથી. પરિણામે જે સંસ્કાર ખાનદાન કુટુંબના માણસમાં પડવા જોઈએ તે સંતતિમાં પડતા નથી અને પાનકૂલમાં ઉછરેલ સંતતિમાં જીવનના વિકટ પ્રસંગને સામને કરવાનું સામર્થ્ય આવતું નથી. અતિ વ્યવસાયી જીવનની આ મર્યાદાઓ છે અને ખૂબ ચીવટ રાખવામાં આવે તે જ તેના પ્રતિકારની શક્યતા છે, નહિ તે “દીવા પછવાડે અંધારા”ની કહેવતની યુક્તતા અનેક વાર જોવામાં આવે છે. શેઠ ખીમચંદભાઈમાં ધર્મભાવનાના સંસ્કાર તે બરાબર પડ્યા હતા અને તેમની સેવાભક્તિ તે આદર્શ ગણાતી હતી. માત્ર માણસને ઓળખવાની અશક્તિ અને ભોળપણનો ગેરલાભ લેવા અન્યની વૃત્તિના ભેગ બનવાની તેમની વલણને બાદ કરીએ તે તેઓની દાનવૃત્તિ અને ઉદારતા આદર્શ ગણાય. તેમણે ખર્ચ કરવામાં પાછું વાળીને જોયું નથી કે સંકોચ કર્યો નથી. તેઓએ સંઘસેવા કરવામાં મણા રાખી નથી અને તેમણે પિતાના વચનને શિરસાવંઘ માની તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે તનતોડ મહેનત કરી છે.