________________
શેઠ મોતીશાહ
૩૧૯
વેપાર ઉપર ધ્યાન આપેલું નહિ અને વેપારની ચાવીઓ મેતીશાહ શેઠ પાસે બેસી કે સાથે કામ કરી સમજેલ નહિ અને આળસમાં સમય વ્યતીત કર્યો તેના પરિણામે આ બીનઅનુભવી યુવાનના હાથમાં મોટે વહીવટ આવ્યા ત્યારે તે ચલાવવા માટેની તેમની કઈ જાતની તૈયારી નહોતી અને જેમ જેમ વિશુદ્ધ સલાહકાર મંડળ એસરતું ગયું તેમ તેમ તેમની શક્તિમાં મંદતા આવતી ગઈ અને વિશિષ્ટ ચારિત્રબળનું કે સ્વતંત્ર વિચારણશક્તિનું પીઠબળ ન હોવાને કારણે સમતોલપણું ગુમાવી બેઠા અને આખરે દરેક વેપારમાં ઉત્તરોત્તર નુકસાની થવા માંડી.
વેપારમાં એક એવો નિયમ છે કે “હાર્યો જુગારી બમણું રમે. તેનાં મનમાં હમેશાં એમ રહે છે કે-આ વેપારમાં આ વખતે ખેટ કરી તે તે જ વેપારમાં આવતે વખતે તે વાળી લઈશ. તેમાં પણ વાયદાના વેપારમાં થતું નુકશાને “રાશ” કરવાનું મન થાય છે અને રાશના દેરડા થઈ જાય છે અને ઘણીવાર તે ગળામાં આવી પડે છે. આશા ઉપર જીવન છે, પણ દરેક પાસા સીધા પડતા નથી અને જ્યાં બજારમાં દર રોજ સેંકડાઓના ફેરફાર થતા હોય અને ભાવ માલની છત અને તેના ખપ ઉપરાંત લેકની મનોવૃત્તિ પર આધાર રાખતા હોય ત્યાં ઉત્તરોત્તર નુકસાન થાય તો તેમાં નવાઈ નથી. એમાં પણ જ્યારે મૂળ ધણીની ગણતરી સામાન્ય હોય, અનુભવ અધૂરો હાય, સલાહકાર સ્વાર્થી હોય અને નસીબને પાસે ઊલટે હોય ત્યારે દરેક વેપારમાં પગ પાછા પડે છે અને ક્ષય