________________
શેઠ મોતીશાહ
૩૧૭
મુસલમાનમાં ખીમચંદભાઈની ઘણી મોટી રકમ રહી ગઈ અને તેમાંથી એક પાઈ પણ પતી નહિ આ હકીકત ગમે તે આકારમાં બની હોય, પણ એક વાત તે એમાંથી નીતરી આવે છે કે શક્તિ વગર મટે વેપાર ખેડવામાં આવે તે ઘણીવાર લેવાને બદલે દેવા થઈ પડે છે. અને છતાં તૈયાર માલના વેપારમાં માણસને ઘરબારને ઓસરી ચાલ્યા જતા નથી. તેની સાથે વાયદાને-સટ્ટાને કે તેજી-મંદીને વેપાર શરૂ થઈ જાય ત્યારે પછી હિસાબ રહેતું નથી, તેમાં માલના રૂપિયા તળવા પડતા ન હોવાથી પિતાનું ગજું કેટલું છે તેને ખ્યાલ રહેતું નથી અને વધારે પડતો વેપાર થઈ જાય છે અને પછી જ્યારે કોઈ આકસ્માતિક કારણે બજાર ઊલટે જાય છે ત્યારે અણધારી નુકસાની આવી પડે છે. માત્ર તૈયારને વેપાર હોય તે સાવધાન માણસ પણ નુકસાન કરે ખરે, પણ તેમાં એની આબરૂ પર વાત આવતી નથી, પણ એમાં સટ્ટા કે તેજી-મંદીની વાત આવે ત્યારે મર્યાદા રહેતી નથી, હિસાબ રહેતું નથી અને અણધાર્યા સંગોમાં આબરૂ ગુમાવવાનો પ્રસંગ આવે છે. શેઠ ખેમચંદભાઈના સંબંધમાં આવું કાંઈક બન્યું. શેઠ મોતીશાહના વિલ પ્રમાણે શેઠ ખીમચંદભાઈના સલાહકારો નીમાયા હતા. તેની સલાહ છોડી દીધી, અમરચંદ દમણી વિગેરે સલાહકારો સાથે સંબંધ ખતમ કર્યો અને મોટા વ્યાપારી પારસી સલાહકારેને ત્યાં જવું આવવું બંધ કરી દીધું. પરિણામે ખીમચંદ શેઠની આસપાસ ખટપટી સ્વાર્થીઓનું મંડળ જામતું અને વધતું ગયું અને