________________
૩૧૬
નામાંક્તિ નાગરિક આ સટ્ટાના વેપાર ઉપરાંત તૈયાર માલને વેપાર કરવામાં ખીમચંદ શેઠ જબરી થાપ ખાઈ ગયા. એક તે ગજા ઉપરાંત તૈયાર અફીણ લઈ ચીન ચઢવવા માંડ્યું, પણ તેની સાથે ચીનના પિતાના મોતીશાહ શેઠના વખતના વિશ્વાસુ આડતીઆ હતા તેને મૂકી દઈને નવી નવી આડતે કરવા માંડી, તેમાં ઘણુ લુચ્ચા આડતી મળી ગયા. એક કેકણી મુસલમાન જે અસલ બટલરનું કામ કરતો હતો તે બોલવામાં ઘણે મીઠું હતો. એણે અફીણની પેટી તો શું પણ અફીણની ગોટી પણ નજરે જોયેલી નહિ, તેની ઉપર આડતીઆ તરીકે ૨૦૦ માળવી અફીણની અને ૨૦૦ બંગાળી અફીણની એમ કુલ ૪૦૦ પેટી એકીસાથે ખીમચંદ શેઠે મોકલી આપી. ચીનના શેઠના જૂના આડતીઆઓ તે આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું મોટું ચઢાણ ( Consignment) મોતીશાહ શેઠે પોતાની આખી જિંદગીમાં એકી સાથે કરેલું નહિ. એક જ વહાણમાં આવી મોટી સંખ્યાને મૂલ્યવાન માલ આવી પડેલે જોઈ ચીનાઓ તે દિગમૂઢ થઈ ગયા. પેલા કેકણી મુસલમાને આ આખા માલની ચઢતરનું શું કર્યું તેને છેવટે પત્તો જ લાગે નહિ, એક પાઈ પણ ખીમચંદ શેઠને ઘર ભેગી થઈ નહિ અને આ એક જ વેપારમાં લગભગ દશ લાખ રૂપીઆની નુકસાની થઈ.
આના સંબંધમાં બીજી વાત એવી છે કે–આ બીનઅનુભવી આડતી આ માટે અનેક જાતની ચેતવણું મળ્યા છતાં અને દરેક ચડતરમાં નુકસાની થવા છતાં શેઠે કામ ચાલુ રાખ્યું અને આડત હકસાઈની મોટી આવક છતાં એ કેકણી