________________
શેઠ મોતીશાહ
૩૧૫
ઘાટની પાઘડી પહેરતા હતા જ્યારે મોતીશાહ શેઠ સુરતી પાઘડી પહેરતા હતા. તેમના ભેળપણની પરિસ્થિતિને અભ્યાસ કરનાર એમના હિતસ્વીઓએ એમને કુલ વહીવટ સંકેલી લઈ વ્યાજ પર નિભાવ કરવા સલાહ આપી, પણ આ સલાહ તેમને રુચી નહિ અને વેપારમાં તેમણે ઝુકાવ્યું. તે વખતે તેમની આસપાસ તેમના ભેળપણનો લાભ લેનાર સ્વાર્થીએનું એક ટોળું જામી ગયું અને ધીમે ધીમે તેમના પિતાના સ્નેહીઓ ઓસરવા લાગ્યા અને ખીમચંદભાઈ શેઠ મતલબીઓને પંજામાં વધારે ને વધારે જતા ચાલ્યા, એક તે પિતામાં સાદી સમજણ અને ઊંડાણને અભાવ અને બીજી બાજુ આખું વાતાવરણ સ્વાર્થીમંડળનું હોય ત્યાં પછી ઉત્તરેત્તર પગથી ઉતરવાની સ્થિતિ પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી અને શેઠ ખીમચંદભાઈના સંબંધમાં તેમજ બન્યું. તેઓએ વેપાર વધારવા માંડ્યો, પણ સાથે અફીણના તેજી મંદીના સટ્ટામાં પડી ગયા. શેઠ મોતીશાહે આખી જિંદગીમાં સટ્ટો કર્યો નહોતું. તેમને વ્યાપાર તૈયાર અફીણની ખરીદી, ચીનની ચડતર અને ત્યાંથી આવતા માલનું વેચાણ અને સાથે વહાણવટાને નરને ધંધે હતા, ત્યારે ખીમચંદ શેઠ અફીણના સટ્ટામાં પડી ગયા. તે વખતે મુંબઈ અને ઈદેરમાં અફીણને સટ્ટો ઘણે ચાલતું હતું. અફિણની એક પેટીની કિંમત ૩૦૦૦ થી ૪૦૦૦ સુધી થાય, પણ તેમાં દરરોજ સો બસે અને કેઈવાર હજારપાંચસોની વધઘટ થયા કરતી હતી અને એકવાર માણસ વાયદાનાં વેપારમાં પડે ત્યાર પછી તેની સ્થિતિ શી થાય તે તે આપણું દરરોજના અનુભવ અને અવલોકનને વિષય છે.