________________
- ૩૧
આદર્શ અને ઐતિહાસિક દૃષ્ટિએ, સંશોધનપૂર્ણ સમગ્ર સામગ્રી સાથે બહાર પાડવાની ભાવના હતી અને જે રૂપે પ્રભુ મહાવીરસ્વામીના પૂર્વભવને ભાગ અને ડે સત્તાવીશમે ભવ લખી રાખેલ છે. આ ઉપરાંત બે કર્મગ્રન્થ ઉપર તલસ્પર્શી વિવેચન લખેલ છે, તે સાથે આ “શેઠ મેતીશાહ શેઠનું જીવનચરિત્ર” બહાર પડે છે તે લખી રાખેલ. જેન સમાજના આવા ધર્મપ્રેમી, દાનવીર, કર્મવીર નરરત્નનું ચરિત્ર કેઈએ લખેલ નહિ તે તેમણે પરિશ્રમ લઈ જ્યાંથી જે માહિતીઓ મળી તે એકઠી કરી આદર્શ વ્યક્તિનું જીવનચરિત્ર લખ્યું. * તેમના અપ્રકટ પુસ્તક પ્રકાશન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેમાંથી શ્રી ગોડીજી મહારાજ જેન દેરાસર અને ધર્માદા ખાતાના ટ્રસ્ટીઓએ જ્ઞાનવિભાગ તરફથી શેઠ મેતીશા શેઠનું જીવનચરિત્ર અને આનંદઘનજીના બાકીના અઠ્ઠાવન પદેનું વિવેચન એ બે પુસ્તકે બહાર પાડવા નિર્ણય કરેલ છે. આશા છે કે–જૈન સમાજની જ્ઞાનની સંસ્થાઓ આવા જૈન સમાજના સાક્ષર અને સેવાભાવી વ્યક્તિનું અન્ય અપ્રકટ સાહિત્ય ત્વરિત બહાર પાડી જેન સાહિત્યની સેવા બજાવશે.
તેઓના જીવનમાં ઘણા ગુણો વણાઈ ગયેલા હતા. જ્યારે સર્વ નિરાશ થઈ બેઠા હોય ત્યારે તેઓ આશાવાદમાં જ હોય, અને કહે કે પ્રયત્ન કરે, ઉજજવળ કિરણ મળશે; અને બને પણ તેમજ તેઓ ઉદાર બુદ્ધિથી જુએ, આનંદ અને ઉલ્લાસમાં રહે, ઉમળકાથી બેલા, વ્યવહાર બુદ્ધિથી દલીલથી ચર્ચા કરે પણ આગ્રહ ન રાખે, આતિથ્ય કરવામાં કોઈ દિવસ