SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂકે નહિ, અવિરત પરિશ્રમ લે, કામ, કામ અને કામ કરવામાં જ માને. આ સમજણ અવસ્થા શરુ કરી, વિદ્યાર્થી અવસ્થામાં, યુરોપ ગયા, જાહેર જીવનમાં રહ્યા, ધંધાદારી પ્રવૃત્તિમાં રહ્યા અને શરીર ચાલ્યું ત્યાં સુધી સામાયિક અને પ્રભુપૂજા ન ચૂક્યા તે તેમની કાર્યનિષ્ઠા અને શ્રદ્ધા બતાવે છે. તેમના સાહિત્યના ફાળામાં મુખ્યત્વે સામાયિકે જ ભાગ ભજવ્યો છે. તેઓએ એશઆરામ શું તે જાણ્યું નથી. વિશ વરસ વિધુર જીવન ગાળ્યું, પણ એકલવાયાપણું લાગ્યું નથી કારણ કે તેઓ જનસેવા, ધર્મસેવા અને વૈરાગ્યમય ભાવનામાં જ પ્રવૃત્ત રહેતા. નમ્રતા ગુણ તેમને અજબ હતે. આવી વ્યક્તિના જેટલા ગુણો ગાઈએ તેટલા થોડા છે, અને આજે આવી અણમેલ વ્યક્તિ આપણી વચ્ચે નથી તેનું દુખ થાય; પરંતુ જૈન ધર્મના કર્મના સિદ્ધાંતાનુસાર માનવીને જન્મ અને મરણના ભયે અવશ્ય નિર્માણ છે; છતાં તેમની સાહિત્યસેવા, ધર્મસેવા અને સમાજસેવા, સદાય સ્મરણ કરાવતી અમર છે એટલે દેહરૂપે જીવંત નહિ પણ ચેતનરૂપે મોતીચંદભાઈ સદાય જીવંત છે. અને તેમના જીવનના ગુણેને અનુસરી માનવજીવનને કૃતાર્થ કરતા રહીએ એ ભાવનાપૂર્વક ગત આત્માને અંજલિ અર્પતાં શાન્તિની પ્રાર્થના કરીએ છીએ. સં. ૨૦૦૯ ) લી. નમ્ર સેવક, ભાદરવા વદ ૧૩ સોમવાર ઘાટકેપર-( મુબઈ) ) છોટાલાલ ગિયરલાલ શાહ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy