________________
શેઠ મોતીશાહ
૩૦૭ છે, શાંતિનું ધામ છે, મને મંથનની ભૂમિકા છે. આવા મનને મંથન પણ કરાવે અને શાંતિ પણ આપે એવી પરસ્પર વિરુદ્ધ છતાં આત્મલક્ષી ભૂમિકા ભજવનાર આ ગિરિરાજની ભૂમિમાં ખીમચંદભાઈને સંઘ ઘણા દિવસ રહ્યો.
સંઘ ઘણી ધીમી કૂચ કરતા હતા. સં. ૧૮૯૩ ના ચૈત્ર વદને એક પત્ર મળે છે. તે ખંભાતવાળા પરતાપેલાલ જોઈતા શાહના મુનીમ વખતચંદ ઝવેરચંદે પોતાના પુત્ર પર લખે છે. તે પાલીતાણેથી પોતાના પુત્રને ખંભાત પત્ર લખે છે. તે પત્ર પરથી જણાય છે કે ચૈત્ર વદ સુધીમાં સંઘ કાઠિયાવાડમાં જ હતું અને બીજી વાત એ જણાય છે કે પ્રતિષ્ઠા ઘણી સારી થઈ હતી અને ત્રીજી વાત એ જણાય છે કે સંઘને મુંબઈ પહોંચતા લગભગ સાડાચાર માસ થયા હતા.
૧ આ પત્ર ઘણી રીતે ઉપયોગી જણાય છે. શેઠ પરતાપરાય જોઈતા શાહ ખીમચંદ શેઠના મામા થતા હતા. તેઓ ખંભાતના રહેવાસી અને મુંબઈના વેપારી હતા. તેમણે મોતીશાહની ટુંકમાં
મુખજીના દેરાસર(નં. ૪)ની પ્રતિષ્ઠા કરી હતી તેમના મુનીમે પોતાના પુત્ર પર લખેલ આ પત્ર છે. તે નીચે પ્રમાણે છે –( પત્ર અસલ પ્રમાણે જ ફેરફાર વગર આપ્યો છે.)
“સ્વસ્તાનશ્રી ખંભાત બંદરે પૂજારાધે સરવે ઉપમા જોગ શા. શ્રી પા શા. ભાઈ નાણચંદ વખતચંદ ત...સાથ સરવેની ચરણના શ્રી પાલીતાણેથી લી. શા. વખતચંદ ઝવેરચંદ તથા ખીમચંદ સાથ સરના ઘણું જુહાર વાંચજે. જત અહીં ખેમકુશળીના કાગળ મુદલ આવા નથી તે સંભારી લખજે. કાગળ આવાથી જેમ- જીવને મલા જેટલો હરખ સંતોષ ઉપજે. બીજું શ્રીપાલીતાણ આપણા ગામના.