________________
3०६
નામાંક્તિ નાગરિક વહેતાં રહે છે અને એની સુગંધી પવન લહરી રાત્રિ દિવસ આનંદ સાથે શાંતિ આપે છે. શત્રુંજયગિરિમાં લેતરી બહુ ઓછી છે, જ્યારે ગિરનાર તે લીલેરીથી ભરેલું છે. સોરઠને એ શિરતાજ પર્વત રાખેંગાર રાણકદેવીની ક્રીડભૂમિ હતે. એની ઉપરના સહસ્ત્રાપ્રવનનું વર્ણન દુર્ગમ છે. એમાં નેમિનાથ ભગવાનનું કૈવલ્યપ્રાપ્તિસ્થાન તે ખરેખર શાંતિપ્રદ છે અને એમાં જ્યાં નજર નાખીએ ત્યાં ઊંચીનીચી વૃક્ષ-હારવલિ ખૂબ આકર્ષક રૂપમાં રજૂ થાય છે. ભર ઉનાળામાં એના શિખર પર મંદ શીતળ પવન વાય છે અને બપોરની ગરમી સાથે રાત્રિની ઠંડક પૂરત બદલે આપી બાહ્ય શાંતિ એવી સુસિદ્ધ રીતે આપે છે કે-આત્મલક્ષી પ્રાણીને એ હૃદય સન્મુખ બનાવી દે છે.
એના મુખ્ય મંદિરની રચના, બીજા અનેક દેરાસરના ઘાટ,અમીઝરા પાર્શ્વનાથના ભોંયરાની શાંતિ અને નેમ રાજુલની ગુફા સાથે જોડાયેલ અતિ મનનીય પ્રસંગ તે ખાસ આત્મલક્ષી બને છે, પણ જેઓએ શ્રી ચિદાનંદજી અને આનંદઘનજી(કપૂરચંદજી અને લાભાનંદજી)ની ધ્યાન કરવાની ગુફાના દર્શન કર્યા છે તેઓ આ સ્થાનની કુદરતી સુંદરતા અને ધ્યાન કરવા યોગ્ય વાતાવરણ શોધનારની આત્મલક્ષિતા માટે પ્રશંસાના ઉદ્દગાર કાઢ્યા વગર રહી શકે તેમ નથી. શ્રી આનંદઘનજી મહારાજ અહીં આવી ગયા એમ નથી, પણ ત્યાં ધ્યાનધારાએ રહી જીવનને મોટો કાળ અહીં પસાર કર્યો એમ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે “અબ હમ અમર ભયે, ન મરેગે”–ગાનારની આત્મવિભૂતિને ખ્યાલ કરી શકીએ છીએ, બાકી તે આ ડુંગર પવિત્રતાને નમૂને.
અહીં પસાર ન મરે
ડુંગર