________________
૨૯૮
નામાંકિત નાગરિક ખીમચંદભાઈ શેઠે મૂળનાયક આદિનાથની પ્રતિષ્ઠા પિતાને હાથે કરી અને સામે પુંડરીકગણધરની સ્થાપના તે જ સમયે શેઠાણી ગુલાબબાઈએ કરી. શ્રી વીરચંદ ભાઈચંદે (ધોલેરા) ઋષભદેવ ચોમુખ પધરાવ્યા (નં. ૩) અને શેઠ અમરચંદ દમણએ (નં. ૬) ધર્મનાથપ્રભુને પ્રવેશ કરાવ્યો, શેઠ નાનજીભાઈ જયકરણે (નં. ૮) ચંદ્રપ્રભુને પ્રવેશ મહોત્સવ કર્યો અને શેઠ કીકાભાઈ ફૂલચંદ ગોઘાવાળાએ (નં. ૭) ઋષભદેવ ભગવાનને પધરાવ્યા. તે જ વખતે આદીશ્વર ભગવાનના મોટા પગલારાયણ પગલા(નં. ૧૩)નું સ્થાપન શેઠ ખીમચંદભાઈને નામે થયું. વિવિધ ભક્તિભરથી જુદા જુદા મંદિરમાં આ રીતે બિબપ્રવેશ કરાવવામાં આવ્ય, લગભગ સર્વ મંદિરના પ્રવેશ મહોત્સવ આ રીતે સં. ૧૮૯૩ના મહાવદ ૨ ને રોજ થયે. માત્ર ઔરંગાબાદવાળા શેઠ મેહનચંદ વલ્લભદાસની ભાર્યા એલિઝાએ (નં. ૧૯)વિમળનાથની પ્રતિષ્ઠા સં. ૧૯૦૭ના મહા સુ. ૧૩ ના રોજ કરી જણાય છે.
આ સર્વ દેરાસરમાં અને ચારે તરફની દેરીઓમાં પ્રતિમાજી હાલ કેટલા છે અને તેમના બિંબપ્રવેશ મહોત્સવ કઈ તારીખે થયા છે અને તેના સ્થાપકે કેણ છે તેની ઉપલબ્ધ હકીક્ત આ સાથે પરિશિષ્ટમાં આપી છે.
આ ઉપરાંત બે મોટા કોઠાઓમાં સેંકડે પ્રતિષ્ઠિત પ્રતિમાઓ રાખવામાં આવી. જ્યારે જ્યારે કેઈને પ્રતિષ્ઠિત પ્રતિમા જોઈએ ત્યારે તેની પાસેથી નકરાની રકમ લઈ પ્રતિમા આપવામાં આવતી હતી અને આ રીતે દેરાસરના વહીવટને આવક