________________
શેઠ મોતીશાહ
૨૭
દવજદંડતૈયારકરાવવામાં આવ્યા હતા. પાટલીઓ તૈયાર હતી અને મંદિરમાં ઘંટાઓ, બાજોઠે, પાટલાઓ ગોઠવવામાં આવ્યા હતા.
પ્રથમ કુંભસ્થાપના કરવામાં આવી. દરેક મંદિરમાં અલગ કુંભસ્થાપના થઈ, અઢાર સ્નાત્રને વિધિ થયે, ધ્વજદંડની પૂજા થઈ, મંદિરની શુદ્ધિ ચૈત્યપ્રતિષ્ઠાવડે કરવામાં આવી, નવગ્રહ, દશ દિફપાળ અને અષ્ટ મંગળની પૂજા કરવામાં આવી. નંદ્યાવર્તની પૂજા થઈ, કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી, મંડપીઠનું સ્થાપન કરવામાં આવ્યું અને મંદિરની આસપાસ શુદ્ધિનું વાતાવરણ જગાડવામાં આવ્યું, જમાવવામાં આવ્યું અને જાળવવામાં આવ્યું.
સિદ્ધગિરિ પર મહોત્સવ આઠ દિવસ ચાલ્યું. તેમાં બિબ પ્રવેશ પહેલાં અને પછીના દિવસેને સમાવેશ કરવામાં આવ્યો. અને લેકે હજારોની સંખ્યામાં આવે છતાં મંદિર, બિંબ કે આસપાસનું વાતાવરણ વિશુદ્ધ રહે તે માટે ખાસ ચીવટ રાખવામાં આવી. આ ગિરિરાજ પર દરેક દેરાસરને અંગે વિધિ અલગ અલગ કરવામાં આવી હતી એમ જણાય છે. મુહૂર્ત તે સર્વને માટે મહા વદ બીજનું હતું, પણ દેવ નેતરવા, નવગ્રહ દશ દિપાળાદિ પૂજન, ધ્વજદંડપૂજન અને અઢાર સ્નાનાભિષેક દરેક દેરાસરને અંગે તે દેરાસરના બંધાવનારે અલગ કર્યા હોય એમ જણાય છે. બિંબપ્રતિષ્ઠા એક અને એકી સાથે નીચે થઈ અને બિંબપ્રવેશ એક જ મુહૂર્ત સાથે થયે તે જ વખતે કળશ અને ધજાના આરે પણ થયા અને મહા વદ બીજના દિવસે ચોતરફ આનંદમંગળ વર્તી રહ્યો.