________________
૨૯૬
નામાંકિત નાગરિક આવ્યા હતા કે લેકેને મુખની આડે રૂમાલ રાખવા પડતા હતાં. એની ગંધથી લેકે ટેવાઈ ગયા હતા અને ખાવાપીવાની એટલી વિશાળતા હતી કે તેમાં કઈ વાતની મણ રાખવામાં આવી નહતી.
બિબપ્રવેશ મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરે થયે તે સાંજે (મહા સુદ ૧૦) સંઘવી અને સંઘવણ (શેઠ ખીમચંદભાઈ મોતીચંદ અને શેઠાણું ગુલાબબાઈ) પ્રભુ સન્મુખ ખડા થઈ ગયા. અને પ્રાર્થના કરી “સાહેબ! આપ જિનમંડળીના મુખદર્શનથી અમે પવિત્ર થયા છીએ, અમે સિદ્ધગિરિ ઉપર સમવસરણની વાનકી તૈયાર કરી છે ત્યાં આપને પધરાવી અમારે જન્મ કૃતાર્થ માનશું તે અમારા પર કૃપા કરી આપ ગિરિરાજ પર પધારો.” આ પ્રાર્થના સાથે અંજનશલાકા મહોત્સવ પૂરે થયે.
બીજે દિવસે ખૂબ ભક્તિભાવથી અતિ આનંદિત મને શુદ્ધિ અને પવિત્રતા જાળવી હજારે બિબેને ગિરિરાજ પર ચઢાવવામાં આવ્યા. એને ઉપાડનાર ન્હાઈ ધંઈ પવિત્ર થઈ તૈયાર થયા હતા. ધૂપની ઘટા આખા ડુંગર પર ચાલુ રાખવામાં આવી હતી. ઘીના દિવા ઉપાડનારા સાથે ચાલતા હતા અને મંચ અને ડાળીઓ એવી સરસ રીતે તૈયાર કરવામાં આવી હતી કે બિંબને જરા પણ ઈજા ન થાય કે તેની આશાતના ન થાય. આ રીતે મહત્સવનું કેદ્ર ગિરિરાજ પરની શેઠ મોતીશાહની ટુંક બની.
ત્યાં મોટા ચોકમાં મંડપ તૈયાર કરાવવામાં આવ્યું હતું. દરેક મંદિરની સામે નાને મંડપ હતું અને દરેક દેરાસર માટે