________________
શેઠ મોતીશાહ
૨૯ પણ થતી હતી. અત્યારે સે વર્ષ પછી પણ એ બને કેઠામાં થઈને ૩૨ અને ૩૪ પ્રતિમાઓ મોજુદ છે.
મહાવદ બીજના રોજ પ્રતિષ્ઠા થઈ ત્યારપછી જમણવાર તે ચાલ્યા કર્યા. પ્રતિષ્ઠા–બિંબપ્રવેશ મહોત્સવ દરમ્યાન એક દિવસના અંધજમણનો ખર્ચ રૂપિયા ૪૦૦૦૦ (ચાલીશ હજાર) થતું હતું એ ઉલ્લેખ છે. આટલી રકમ તે વખતની સેંઘારતમાં થઈ હતી. તે વસ્તુના આગળ જણાવેલ ભાવથી જણાય છે. આ રીતે મહત્સવ પૂરો થવા આવ્યું ત્યારે તે સર્વની ઉપર કળશ ચઢાવવા ઇંદ્રમાળ પહેરવાને ઉત્સવ કરવામાં આવ્યું.
તીર્થમાળ મહત્સવ. ફાગણ સુદ ૨ (સં. ૧૮૯૩)ને રોજે સંઘ સમક્ષ શેઠ ખીમચંદભાઈ અને શેઠાણી ગુલાબબાઈએ તીર્થમાળ પહેરી. આ માળારોપણની વિધિ પણ સરસ હોય છે. મોટા મંડપમાં અને અહીં તે મૂળમંદિરના ચોકમાં મંડપની વચ્ચે વિધિપૂર્વક મેટી માળ જે ગળાથી પગ સુધી પહોંચતી હોય છે તે સંઘની સાક્ષીએ ગુરુ તરફથી પહેરાવવામાં આવે છે અને તે વખતે પ્રથમ માળનું પૂજન થાય છે. આ ધન્યવાદ–અભિનંદન આપવાના આધુનિક પ્રસંગ જેવા મહોત્સવ હોય છે અને આવી રીતે સંઘ સમક્ષ તીર્થમાળ પહેરવી એ જીવનને મેટે લહા ગણાય છે.
આ આખા મહત્સવમાં શેઠન મહામંત્રી તરીકે અમરચંદ દમણી રહ્યા. સલાહકારમાં કીકાભાઈ શેઠ અને બાલાભાઈ હતા