________________
શેઠ મોતીશાહ
૨૯૩ તે ઘટિકાયંત્રથી સમય લેવામાં આવતું હતું અને એક પળને પણ ફેરફાર ન થાય તે માટે પૂરી ચીવટ તે યુગના યંત્રથી કરવામાં આવતી હતી.
આ વખતે આંતર જ્યોતિ પ્રકટ થાય છે, કેવલ્યાનથી જગતને પ્રકાશ મળે છે, તે વખતે આ વિમળાલેક અંજન આંજવામાં આવે છે. એ અંજન પણ ખાસ સુગંધી દ્રવ્યનું તૈયાર કરવામાં આવે છે. આ રીતે મૂળનાયક આદિ પાંચ હજાર બિંબની અંજનશલાકા–પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, પ્રભુને પંખણું કરવામાં આવ્યા અને પ્રતિષ્ઠામહોત્સવ પૂરે કરવામાં આવ્યું.
આ રીતે મહત્સવ પણ વદ ૧૨ થી મહા સુદ ૧૦ સુધી ચાલે. તેર દિવસના મહત્સવમાં દરરોજ સ્નાત્ર પૂજન, અનેક વરઘોડા, સવારે પ્રભાતિયા, બપોરે પૂજાઓ, રાત્રે ભાવના, વચ્ચે ડાંડિયારાસ અને બીજાં અનેક અવાંતર પ્રસંગે જાતા હતા અને અનેક વસ્તુઓની પ્રભાવના ચાલુ હતી. પ્રભાતી આ ગાનારને કે રાસડા લેનારને ખાલી હાથે જવાનું ન હતું. પતાસાં, બદામ, નાળીએ અને બીજી ચલાણુ, ચમચા જેવી અનેક વસ્તુઓ હજારોની સંખ્યામાં લાવવામાં આવી હતી. કેટલીક તે ખૂદ મુંબઈથી લાવવામાં આવી હતી અને કેટલીક સ્થાનિક ખરીદવામાં આવતી હતી. વચ્ચે વરડા ચાલતા અને એક એક વરઘેડા એવા ભવ્ય ચઢાવવામાં આવતા હતા કે ત્યારબાદ વર્ષો સુધી એ પ્રત્યેક વરઘોડાના ઠાઠમાઠની વાત લેકમાં ચાલુ રહી હતી. આ આખે પ્રતિષ્ઠા મહોત્સવ પાલીતાણા