________________
૨૯૨
નામાંકિત નાગરિક એટલે ઈંદ્ર જેમ દષ્ય વસ્ત્ર પ્રભુની જમણું ખાંધ પર મૂકે તેનું પ્રતીક બતાવ્યું. આ રીતે દીક્ષા કલ્યાણને વિધિ થયે. આ વરઘેડો બગીચામાં ઉતારવામાં આવ્યું અને પ્રભુએ ત્યાર બાદ અશેકવૃક્ષ નીચે દીક્ષા લીધી એનું પ્રતીક સામાન્ય રીતે રજૂ કરવામાં આવ્યું.
બારમે દિવસે–સવારે પ્રભુના શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, તેની સુવાસિત દ્રવ્યથી પૂજા કરવામાં આવી. સ્નાત્ર મહોત્સવ કરવામાં આવ્ય, પ્રભુના હાથ પર કંકણ પહેરાવી મીંઢળ અને મરડાસીંગી બાંધવામાં આવ્યા. પીઠિકા ઉપર ધૂપ અને દીપકની શ્રેણું શરૂ કરવામાં આવી. અને ગુરુમંત્રને વિધિપૂર્વક ઉચ્ચાર કરવામાં આવ્યું અને બળિબાકળા નાખી અધિષ્ઠાયક દેવની સ્થાપના કરવામાં આવી આ રીતે કેવળજ્ઞાનને અને મોક્ષગમનને ઉત્સવ કરવામાં આવ્યું. પંચકલ્યાણકને મહોત્સવ પૂરે થયે.
મહા સુદ ૧૦ બુધવારે બાર ઘડી અને એકવીશ પળે સેનાની સળીથી પ્રભુના બિંબને અંજન કરવામાં આવ્યું. આ અંજન વિધિ કેવળજ્ઞાનના મહિમા સાથે થાય છે અને તે વખતે બિંબમાં ઈશ્વરત્વને આરેપ કરવામાં આવે છે. સુવિહિત આચાર્યને હાથે એ કિયા થાય છે અને એની પવિત્રતા એટલી હદ સુધી જળવાય છે કે ત્યાર પછી બિંબની સર્વ બાહ્ય શુદ્ધિ જાળવવાને ક્રમ શરૂ થાય છે. એ વિધિ અતિ આકર્ષક થાય છે અને મુહૂર્ત બરાબર જાળવવા માટે ખાસ ગઠવણ કરવામાં આવે છે. અત્યારે તે ઘડિયાળને જમાને છે એટલે મિનિટ અને સેકન્ડ જાળવવામાં મુસીબત પડતી નથી, પણ તે યુગમાં