________________
૨૯૧
શેઠ મેતીશાહ અને વિધિ કરનાર કરાવનારને ખૂબ ગમ્મત પડી, છેવટે પ્રભુબિંબને ક્રિયા મંડપમાં પધરાવવામાં આવ્યા.
અગિયારમે દિવસે રાજ્યકારભાર કરી પ્રભુ સંસારમાં વિચરતા હોય છે ત્યાં એક સવારે (તે સવારે) લેકાંતિક દેવે પ્રભુ પાસે આવે છે–તે માટે આગેવાન શેઠીયાઓ દેવરૂપે પ્રભુમંડપમાં આવી કહી ગયા કે “મર્યવં! તીષ્ઠ પવદિ” – ભગવાન! તીર્થ પ્રવર્તાવે.
તેજ બપોરે દીક્ષાને વરડે નીકળ્યો અને વરસીદાન એ જ વરઘોડામાં આપવામાં આવ્યું. ખીમચંદભાઈએ બામોઢે પિસા રૂપીયા આની પાવલી અર્ધા આખે રસ્તે ઉછાળ્યા અને લેકે આશ્ચર્ય પામી ગયા એટલું દાન દીધું. આ વોડામાં દીક્ષાના ઉપકરણની છાબ શેઠાણીએ લીધી. શેઠે પોતાની ખાંધ પર પ્રભુની પાલખી લીધી, અને વરડો અદભુત નિકળ્યો. આ દીક્ષાને વરઘોડે 'નવ હતું એમ લખવામાં આવ્યું છે. પ્રભુની ખાંધે શેઠ ખીમચંદભાઈએ દુશાલે મૂક્યો
૧. આ નવ વરઘોડે હતા એમ ઉલ્લેખ છે. અનુમાન પ્રમાણે આ રીતે વરઘોડા ગણી શકાય
૧ સામૈયું. ૨ જળયાત્રા. ૩ બિંબને મંડપમાં પધરાવવાને વરઘડે. ૪ કુંભ સ્થાપન. ૫ જન્મોત્સવ (૫૬ દિકકુમારીકૃત તેમજ ચોસઠ ઇદ્રીકૃત) ૬ ઈંદ્રાણું મહત્સવ. ૭ નિશાળગરણને વરઘોડે. ૮ લગ્નને વરધોડે. ૯ દીક્ષાને વરઘોડે. કદાચ અહીં નવ વરઘોડો શબ્દ નેમને દિવસ ચઢાવવામાં આવ્યું એ અર્થમાં પણ હોય એ વાત બેસતી નથી. હિસાબે દિવસ અગિયાર થાય છે અને નવ વરઘડા ચઢાવવામાં આવ્યા હતા એવી લે કેતિ પણ પ્રચલિત છે.