________________
ર૯૦
નામાંકિત નાગરિક ભાઈને ઉતારેથી ચઢાવવામાં આવ્યું. સાજન માજનમાં મેટી સંખ્યામાં લેકે મળ્યા અને પાર વગરનાં સાંબેલાં તૈયાર કરવામાં આવ્યાં. ખીમચંદ શેઠે નહાઈ ધોઈ સુંદર વસ્ત્ર ધારણ કરી પ્રભુને પોતાના હાથમાં લીધા એટલે થાળમાં જિનબિંબ રાખી પિતે ચાલ્યા. વરડે અટકે ત્યારે ચાલતી છૂટક પીતળની ઘડી પર પ્રભુને થાળ સાથે મૂકે અને ચાલે ત્યારે ઉપાડીને પિતે ચાલે. આ પ્રસંગે મેંઘી વહુએ રામણ દીવડે હાથમાં લીધે.
ખીમચંદ શેઠને ત્યાંથી આ વરડે નીકળે અને અમરચંદ શેઠને ત્યાં ઊતર્યો, ત્યાં પ્રભુને પોંખણું કરવામાં આવ્યા. ચેરી નાખવામાં આવી અને લગ્ન કરવામાં આવ્યા. વરકન્યાને અનેક નજરાણું કરવામાં આવ્યા, વેવાઈઓએ સામસામી મટી રકમની પહેરામણી કરી, શાલદુશાલા, સાડીઓ અને ઘરનાં એની પહેરામણી કરવામાં આવી અને લગ્ન પ્રસંગને અનુરૂપ ગીત ગાવામાં આવ્યાં, વેવાઈઓએ એક બીજાને મહેણું-ટોણું પણ માર્યા. “મારા વેવાઈની શેરી સાંકડી, અથડાયા જાનૈયા ન માય રે–જાદવ વરનું ઝૂમણું” વિ૦ ગવાયું, ઊંઘતી વેવાણને જગાડવાનાં મહેણું સંભળાવાયાં અને “નહોતાં નાગરવેલનાં પાન, ત્યારે શીદ તેડાવી જાન-મ્હારા નવલા વેવાઈઓ.” આવા અનેક આનંદ પ્રસંગે આવ્યા, ભજવ્યા અને ખરેખર ઘરે લગ્ન હોય ત્યારે જેમ વેવાઈઓને સત્કાર થાય, ગાવામાં વ્હેણું સંભળાવાય અને ભેટ–પહેરામણીઓ થાય. એ પ્રમાણે સર્વ કરવામાં આવ્યું. ત્યારબાદ વરવહુને પરણાવી પોંખવામાં આવ્યા અને મંડપમાં પધરાવવામાં આવ્યા. આ દશમા દિવસની વિધિમાં વ્યવહાર અને ધર્મભાવનાનું મિશ્રણ હોવાથી જનતાને