________________
શેઠ મોતીશાહ
૨૮૯
આઠમે દિવસે–એ જ પૂજામંડપમાં અષ્ટોત્તરી સ્નાત્રને વિસ્તારથી વિધિ કરવામાં આવ્યું, તેમાં ચાર પ્રતિમા(પીઠિકા ઉપર) સ્થાપન કરી, છૂત-દીપનું સ્થાપન કરવામાં આવ્યું, મંગળકળશની સ્થાપના કરવામાં આવી, દશકિપાળનું આવાહન કરવામાં આવ્યું, આઠ દક્ષ શ્રાવક પાસે શકલીકરણ કરાવવામાં આવ્યું, વજાપંજર કવચ કરાવવામાં આવ્ય, ગ્રીવાસૂત્રને ચાર પાયે બાંધવામાં આવ્યું, અને ૧૦૮ સ્નાત્ર વિસ્તારથી કરવામાં આવ્યા. એને વિધિ બહુ સુંદર અને આકર્ષક હોય છે. એમાં દરેક સ્નાત્ર વખતે ચાર ગાથા બેલી ઋદ્ધિ, વૃદ્ધિ, કલ્યાણની સ્તુતિ કરવામાં આવી અને દરેક પૂજન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનેક જાતિના પકવાને, મીઠાઈઓ અને ફળાદિકથી મંડપનું મધ્ય સ્થાન ભરી દેવામાં આવ્યું. શાંતિ જળથી શાંતિકુંભ ભરી દશદિપાળનું વિસર્જન કરવામાં આવ્યું. આ રીતે દેવતાઓને બળિ આપી વિસર્જન કર્યા.
નવમે દિવસે-પ્રભુનું નિશાળગરણું કરવામાં આવ્યું. તે દિવસે પ્રભુ નિશાળે જાય તેને વરઘેડે કાઢવામાં આવ્યા, મંડપમાં ઉતર્યો. ત્યાં છોકરા છોકરીઓને પિન, પાટી, કાઠા, કાગળ ભેટ આપવામાં આવ્યાં, મીઠાઈ વહેંચવામાં આવી અને તે વખતના મહેતાજીઓને પાઘડી બંધાવવામાં આવી.
દશમે દિવસે–પ્રભુના વિવાહને વરડે કાઢવામાં આવ્યો, તેમાં સામસામા બે વેવાઈ થયા. શેઠ ખીમચંદભાઈ પ્રભુના ઘરવાળા એટલે “જાનૈયા થયા અને અમરચંદ દમણ કન્યા પક્ષના એટલે “માંડવીઆ”થયા. લગ્નનો વરઘોડે ખીમચંદ