________________
૨૮૮
નામાંકિત નાગરિક બિબોને કંકુથી તિલક કરે. ત્યાર પછી ચોસઠ ઈંદ્રો વરઘોડા સાથે આવે. તેઓ શેઠ ખીમચંદભાઈને ઘેર (ઉતારે) જાય. ત્યાંથી વરઘોડો ચઢાવવામાં આવે. કેટલાક ઇદ્રો ઘોડે ચઢે, કેટલાક મ્યાનમાં બેસે, કેટલાક પાલખીમાં બેસે. દરેક ઇદ્રને માથે મુકુટ પહેરેલાં હોય, કેઈ કે મુગટમાં તે હીરા મેતી જડેલાં હોય અને પીતાંબર, ઉત્તરાસન અને મુગટ સાથે સજજ થઈ શોભામાં વૃદ્ધિ કરે. ત્યાંથી વડે આગળ ચાલે, રસ્તે મંડળીઓ ગાન કરે, પ્રભુનાં ભજન ગાય, કાંસીની ઝક વાગે, ઢોલ, શરણાઈ, નગારાંના ગડગડાટ થાય અને ધૂપ દીપની ઘટા ચાલે. તેમાં વચ્ચે અંગ્રેજી વાજાં (બેન્ડ) પણ વાગે. આ અદભુત વરઘોડો એ જ સાતમા દિવસની રાત્રે ચઢ્યો. શેઠ ખીમચંદભાઈને ઉતારેથી વરઘોડો ચાલી મંડપ સુધી આવ્યો. ત્યાં મેરુપર્વતની રચના કરવામાં આવી હતી. તેના મથાળા ઉપર ભગવાનને ખળામાં લઈ ખીમચંદભાઈ બેઠા. ત્રેિસઠ ઇદ્રો કળશ કરી ગયા. બીજા શ્રાવકે અને શ્રાવિકાઓ દેવ દેવીની ધારણાઓ કળશ કરી ગયા. પછી શેઠ હેમાભાઈએ પ્રભુને ખળામાં લીધા અને ખીમચંદભાઈએ હાથમાં બળદ સ્વરૂપના ચાર કળશ લઈ આઠ ધારાથી અભિષેક કર્યો. ગંગાજળ, શેત્રુંજી જળ અને બીજાં અનેક તીર્થનાં જળ એકઠા કરવામાં આવ્યાં હતાં તેનાથી સ્નાત્ર કરી આરતી ઉતારી નાં રૂપાના ફૂલથી પ્રભુને વધાવ્યા અને પછી જેવા ઠાઠમાઠથી ઇદ્રો આવ્યા હતા તેવા જ ઉલ્લાસથી સર્વ પોતપોતાને સ્થાનકે વરઘડામાં વિદાય થયા અને દેવો પણ પોતપોતાને ઉતારે ગયા. આવી રીતે સાતમા દિવસની રાત્રીએ જન્મમહોત્સવ થયે.